ઉપલેટા વોર્ડ નં.3માં પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે રહીશોને હાલાકી

ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા ખાખીજાળીયા રોડ, સોનલ નગર અને ચુનાની ભઠ્ઠી વિસ્તારના રહિશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને…

ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા ખાખીજાળીયા રોડ, સોનલ નગર અને ચુનાની ભઠ્ઠી વિસ્તારના રહિશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પ્રશ્ને સ્થાનિક અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાએ રહીશોની વેદનાને વાચા આપી નગરપાલિકા કચેરી ખાતે મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) અને પ્રમુખને રૂૂબરૂૂ મળી ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ બાબતે નગરપાલિકાના લાઇનમેન અને સંબંધિત કર્મચારીઓને વારંવાર મૌખિક જાણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જસની તસ રહી છે. તંત્ર બધી હકીકત જાણતું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વોર્ડ નંબર ત્રણના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, લોકો પાયાની સુવિધા માટે વલખાં મારી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે અને નિયમિત રીતે પાણીનું વિતરણ શરૂૂ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં સ્થાનિક મહિલાઓ અને રહીશો મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ ઉમટી પડશે અને ઉગ્ર રજુઆતો અને ફરિયાદો પણ કરશે જેથી લોકોની પાયાની જરૂૂરિયાતો અને નગરપાલિકાની આપવાની થતી સુવિધાઓ નગરપાલિકાએ તાત્કાલિક આપવી જોઈએ તેવી રજૂઆત કરી છે.

આમ તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉપલેટા નગરપાલિકામાં અણધમ વહીવટ ચાલતો હોવાની અનેક ફરિયાદો ઉચ્ચકક્ષા સુધી પહોંચી છે જેમાં લાખો અને કરોડો રૂૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાની પણ આધાર પુરાવા સાથે ફરિયાદ થયેલ છે પરંતુ ફરિયાદનું અને નાગરિકોની આપવામાં આવતી પ્રાથમિક સુવિધાઓનું કોઈ ધ્યાન પર લેવામાં આવતું ન હોવાની વારંવાર ફરિયાદો આવતી હોય છે તેવી જ આ પ્રકારની ફરિયાદ સ્થાનિક નાગરિકોની આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો સુવ્યવસ્થિત કરે છે કે પછી રહીશોએ ફરી રસ્તા પર ઉતરવાની નોબત આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *