અનેક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સો પાસેથી રૂા.6.69 લાખનો મુદ્દામાલ જપ્ત
જામજોધપુર પંથકના મોટી ગોપ ગામની સીમ વિસ્તારમાં તાજેતરમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જામજોધપુર પોલીસે આ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો છે. અને ચાર આરોપીને રૂૂ. 6,96,940ની કિમતના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ગેંગે અનેક જિલ્લાઓમાં ગુનાઓ આચાર્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
જામજોધપુરનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઘરફોડ ચોરીના ગુન્હામા ચોરી કરેલ સોનુ વેચવા માટે આરોપી જામજોધપુરમાં આવ્યા છે અને હાલ જામજોધપુર ગાંધી ચોક વિસ્તારની આસપાસ સોનીના વેપારી ઓને સોનુ વેચવા અંગે પુછપરછ કરે છે.
જે બાતમીના આધારે ચાર આરોપીઓને ચોરીમાં ગયેલ ઘરેણા સાથે જામજોધપુર ગાંધી ચોક થી આગળ આવેલ જવેલર્સની દુકાન નજીક થી પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા અને સ્ટાફે ઝડપી લીધા હતા અને ચોરીમાં ગયેલ સોનાના દાગીના રૂૂ. 3,17,940નો મુદામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં ઉંડાણપુર્વક તપાસ કરતા પકડાયેલ ચારેય આરોપીઓ તથા તેની સાથેના અન્ય આરોપીઓએ સાથે મળી ને આણંદ, મોરબી, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર,ગીર સોમનાથ જીલ્લાઓમાં અલગ અલગ ચોરી, ઘરફોડ ચોરી તથા દારૂૂ અંગે ના ગુન્હા ઓ આચરેલ હોવાનું જણાય આવેલ છે.
જે આરોપીઓ પૈકી હિતેશ દીલીપભાઇ ચૌહાણ તથા આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ એ આ સિવાય પણ રાણાવાવ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી અને સોનાના દાગીના જામજોધપુર પો.સ્ટેની હદમાં આવેલ પાટણ ગોલાઇ પાછળ અવાવરૂૂ જગ્યાના ઝાડી જાંખરામાં ખાડો કરી સંતાડી રાખેલ છે. તેવી કબુલાત આપતા તપાસ કરતા રાણાવાવ પો.સ્ટેમાં નોંધાયેલ ગુન્હો શોધી કાઢવામા આવ્યો હતો.અને રાણાવાવના ગુન્હામા તમામ મુદામાલ સોનાના દાગીના કુલ.કી.રૂૂ.3,78,700નો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો. આમ ચારેય આરોપી ઓ પાસેથી બંને ચોરી ન બનાવમાં કુલ સોનાના દાગીનાની કુલ કી.રૂૂ.6,96,940નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપીઓ અલગ અલગ ગામોમા ફરી ભીક્ષાવૃતિ કરી ગામોમા રેકી કરી બંધ મકાન નજરે પડે તો નાની મોટી ચીજ વસ્તુ તથા રોકડ રકમની ચોરી કરી તથા મોટે ભાગે રેલ્વેના પાટા તથા રેલ્વે સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ઝુપડા બાંધી રહેણાંક કરી અને આજુબાજુના ગામોમા જઇ દીવસ તેમજ રાત્રીના કોઇપણ સમયે બંધ મકાનો હોય તો આજુબાજુ ચાવી ની તપાસ કરી સરળતાથી ચાવી મળી જાય તો ખોલી મકાનની અંદર જઈ અને જો ચાવીના મળે તો મકાનની બહારથી ફળીયામાંથી કોઇ નાની મોટી કિંમતી ચીજ વસ્તુ કે રોકડા ચોરી કરી વેચી દેવાની ટેવ ધરાવે છે.
જામજોધપુર પોલીસ ના હાથે ઝડપાયેલા આરોપીઓમાં હિતેશ દીલીપભાઇ ચૌહાણ ( ઉ.વ.25 રહે ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:-રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા.રાણાવાવ જી. પોરબંદર) , આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ ( ઉ.વ.28 , રહે .ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી. પોરબંદર) , બહાદુર ઉર્ફે બદરૂૂ છોટુભાઇ રાઠોડ ( ઉ.વ.49 , રહે ,ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર) અને કવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ ( ઉ.વ.20 મૂળ રહે -ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા. કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે .રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા :રાણાવાવ જી.પોરબંદર) નો સમાવેશ થાય છે.
