જી.જી. હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરાથી સિક્યુરિટી સામે ઉઠતા સવાલો

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલની લોબીમાં રસ્તે રઝળતા શ્વાનો ના આંટા ફેરા જોવા મળ્યા છે, અને હોસ્પિટલની લોબીમાં ચારેય કોર અનેક શ્વાનો દોડાદોડી અને ધમાચકડી…

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલની લોબીમાં રસ્તે રઝળતા શ્વાનો ના આંટા ફેરા જોવા મળ્યા છે, અને હોસ્પિટલની લોબીમાં ચારેય કોર અનેક શ્વાનો દોડાદોડી અને ધમાચકડી મચાવી રહેલા જોવા મળ્યા હતા, જેના કારણે દર્દીઓ અને તેના સગાઓમાં ભય જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઉપરાંત સિક્યુરિટી વિભાગ સામે પણ સવાલો ઊભા થયા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના તમામ પ્રવેશદારો પર સિક્યુરિટી વિભાગ ને તહેનાતમાં રખાયા છે, તેમ છતાં અનેક્ લોબીમાં શ્વાન ના આંટાફેરા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં હોસ્પિટલની લોબી માં ત્રણ શ્વાન વચ્ચે ભારે ધમાચકડી અને ઝઘડા થયા હતા, જેના કારણે હોસ્પિટલની લોબીમાં દર્દી અથવા તો તેના સગા વાલાઓમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, તેમ જ ભય જેવું વાતાવરણ બંનેલું હતું.

એક પણ લોબીમાં સિક્યુરિટી ગાર્ડ નજરે પડતા ન હતા, અને ચારેયકોર શ્વાનના આંટાફેરા જોવા મળતા હતા. જેને લઈને સિક્યોરિટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે.

કેટલાક દર્દી અથવા તો તેના સગાઓએ પોતાના મોબાઈલમાં ફોટા અથવા તો વિડીયો બનાવ્યો હતો, અને શ્વાનના ઝઘડાના વિડીયો શહેરભરમાં વાયરલ થયા હતા. જી.જી. હોસ્પિટલ ના અધિકારીઓને આ બાબતે તાકીદ ની જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *