Connect with us

ગુજરાત

ફિશિંગ સીઝનના પ્રારંભે બોટમાં “ગૌરીશંકરના કંકૂથાપા”

Published

on

માછીમારી માટે બોટ દરિયામાં ઉતારતા પહેલા પરંપરાગત રીતે ખાસ પૂજા અને દીકરીઓના હાથે કંકુથાપા કરવામાં આવે છે. આવી જ પરંપરાના તસવીરોમાં વેરાવળમાં શુભ મુહૂર્ત સાથે ઘરની વહુ દીકરીઓના હાથે શુકનના કંકૂથાપાની વિધિ જોવા મળે છે. દરિયાદેવના ખોબે રમવા જતા પહેલા આ પરંપરાની દરિયા સાથે માનવીનું અતૂટ બંધન માનવામાં આવે છે.

ગુજરાત

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત

Published

on

By

વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ

રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે એટલું જ નહીં પરંતુ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પણ ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે.


ત્યારે વધુ એક બનાવમાં ગોંડલમાં વોકીંગમાં નીકળેલા વૃધ્ધને આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી દાસીજીવણ સોસાયટીમાં રહેતા ઈશ્ર્વરભાઈ મનજીભાઈ પાડલીયા નામના 75 વર્ષના વૃધ્ધ સવારના સાતેક વાગ્યાના અરસામાં જેતપુર રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દીધા હતાં.


ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.


પ્રાથમિક પુછપરછમાં મૃતક ઈશ્ર્વરભાઈ પાડલીયા બે ભાઈ ચાર બહેનમાં નાના હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.ઈશ્ર્વરભાઈ પાડલીયા સવારના વોકીંગમાં નીકળ્યા હતાં ત્યારે આખલાએ ઢીક મારી પછાડી દેતાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Published

on

By

ચોટીલાના નાની મોલડી ગામની ઘટના: સંતાનોની ફીના રૂપિયાનો પણ મેળ નહીં પડતા પગલું ભર્યુ

રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદને પગલે લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને અતિશય વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા હોય તેમ પાકમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા પણ નુકસાનીનો સર્વે કરવાનો આદેશ કરાયા છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ચોટીલા તાલુકાના નાના મોલડી ગામે રહેતા ખેડૂતે ભારે વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતાં આર્થિક સંકડામણના કારણે સંતાનોની ફી ભરવાના રૂપિયાનો પણ મેળ નહીં પડતાં આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા રમેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ઝેરી દવા પી લેનાર યુવકનું નિવેદન નોંધ્યું હતું.


પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ ચૌહાણ બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ ચૌહાણ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભારે વરસાદના કારણે રમેશભાઈ ચૌહાણના ખેતરમાં ધોવાણ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે થયેલી નુકસાનીથી રમેશભાઈ ચૌહાણ પાસે વાવણી કરવા અને છોકરાઓની ફી ભરવાના રૂપિયાનો મેળ નહીં પડતાં આર્થિક ભીંસમાં સપડાયેલા રમેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

Published

on

By

આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવાના છે. જેને લઈને ગઈકાલે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. અને પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં શંકરસિંહે જણાવ્યું કે, આંદોલનની વાતજ નથી, આંદોલન પુરુ થઈ ગયું છે. સમાજમાં બીજા સમાજનું જોઈને શીખવાનો સવાલ છે.


મારી નવી પાર્ટી બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જેને જે વાતો કરવી હોય તે કરે. જ્યારે સમાજનું બંધન હોય, ત્યારે જે સંસ્થા હોય, ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને જવાનું. સમાજમાં માત્ર સમાજની જ વાત કરવાની.
ક્ષત્રિય સંમેલનને લઈને રાજકોટમાં સમાજની એક બેઠકમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના અગ્રણી આગેવાનો તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.


જો કે ક્ષત્રિય સમાજની બેઠકમાં પદ્મિનીબા દેખાયા નહતા. પદ્મિનીબા વાળાને સર્કિટ હાઉસ ખાતે અલગ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પદ્મિની બા અને શંકરસિંહ વાઘેલા સાથે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજ કેવી રીતે આગળ આવે? તેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.

Continue Reading
ગુજરાત58 seconds ago

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત

ગુજરાત5 mins ago

વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Sports8 mins ago

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

ગુજરાત8 mins ago

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

ગુજરાત11 mins ago

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

આંતરરાષ્ટ્રીય13 mins ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત14 mins ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી17 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત19 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય19 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

રાષ્ટ્રીય24 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત20 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending