પેલેસ રોડ પર જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના ચોરનાર ગંજીવાડાની મહિલા ઝડપાઈ

પેલેસ રોડ પર જવેલર્સના શો રૂૂમમાંથી દાગીના ખરીદવાના બહાને 90 હજારના દાગીનાની ચોરી કરનાર ગંજીવાડાની મહિલાને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે. વધુ વિગતો મુજબ,અયોધ્યા…

પેલેસ રોડ પર જવેલર્સના શો રૂૂમમાંથી દાગીના ખરીદવાના બહાને 90 હજારના દાગીનાની ચોરી કરનાર ગંજીવાડાની મહિલાને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે.

વધુ વિગતો મુજબ,અયોધ્યા ચોક વિસ્તારમાં રહેતા અને પેલેસ રોડ પર નીલકંઠ જ્વેલર્સ નામનો શો-રૂૂમ ધરાવતા ધ્રુવિતભાઇ કેતનભાઇ ધોળકિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,ગત તા.25/12ના રોજ બપોરે આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણી મહિલાઓ દાગીના ખરીદવાના બહાને શો-રૂૂમ પર આવી હતી. આ મહિલાઓએ સોનાની વાળી અને પેન્ડન્ટ સેટ જોયા હતા. ત્યારબાદ મહિલાઓ નિકળી ગઇ હતી.

સાંજે પાંચ વાગ્યે જ્યારે સ્ટાફ દ્વારા સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે એક પેન્ડન્ટ સેટ ઓછો જોવા મળ્યો હતો. શંકા જતાં શો-રૂૂમના ઈઈઝટ ફૂટેજ સ્પષ્ટ દેખાયું હતું કે, જ્યારે સ્ટાફ દાગીના બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ બે મહિલાઓ પૈકીની એક મહિલાએ સ્ટાફની નજર ચૂકવી 90 હજારનો સોનાનો પેન્ડન્ટ સેટ પોતાના પર્સમાં મૂકી દીધો હતો. પોલીસે સોનલબેન હીરાભાઈ સોલંકી(ઉ.વ.38, રહે.ગંજીવાડા શેરી નં.22)ને ચોરીના સામાન સાથે ઝડપી લીધી હતી.આ કામગીરી પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં એ.એસ.આઇ. બી.વી.ગોહિલ, એમ.એસ.મકવાણા, કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા,સાગરભાઈ માવદીયા, ઘારાભાઇ વાનરીયા,કનુભાઇ બસીયા અને કરણભાઇ વિરસોડીયાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *