રાજકોટના જમીન દલાલ સાથે કાર ખરીદીના નામે રૂૂ.3.50 લાખની છેતરપિંડી કરી કાર બારોબાર વેચી નખવાની ફરિયાદમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પાંચ માસથી ફરાર ધ્રોલના શખ્સને રાજકોટ નાસતા ફરતા સ્કોડ ઝોન-2ની ટીમે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટની પરમેશ્વર સોસાય ટી શેરી નંબર-2 મવડી ગુરૂૂકુલની બાજુમાં રહેતા અને જમીન લે વેચનું કામ કરતા પ્રવીણભાઇ જસમતભાઈ પાંભરને સને 2023 માં કારની જરૂૂર હોય જેથી મિત્ર પાર્થભાઈ પાડલીયા મારફતે જીજે-06-એચએસ-7247 કારના પસંદ કરી હતી અને આ કારનો રૂૂ.4,00,000 માં સોદો નક્કી કરેલો અને ખરીદ કરી હતી.
બાદમાં આ કાર ગમતી ન હોય જેથી પ્રવીણ ભાઈએ વેચવા કાઢી હોય ધ્રોલના પ્રભુદાસ સેવાદાસ સોલંકી અને રાજદાસ પ્રભુદાસ સોલંકીને 4 લાખમાં કાર વેચી હતી જેમાં 50 હજાર ગુગલ પેથી ચૂકવ્યા અને બાકી નિકળતા રૂૂ.3,50,000 પછી આપવાની વાત કરી હતી આ બન્નેએ કાર ની બાકીની રકમ નહી ચૂકવી કાર સુરત બારોબાર વેચી નાખી હતી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ધ્રોલના પ્રભુદાસ સેવાદાસ સોલંકી અને રાજદાસ પ્રભુદાસ સોલંકી સામે ગુનો નોંધાયો હોય જે ગુન્હામાં ફરાર પ્રભુદાસ સેવાદાસ સોલંકીને રાજકોટ નાસતા ફરતા સ્કોડ ઝોન-2ની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમે ઝડપી લીધો હતો.એલસીબી ઝોન-2ના ધર્મેન્દ્રસિંહ ઝાલા, અનીલભાઇ જીલરીયા,અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા નાસતા ફરતા સ્કોડ ઝોન-2ની ટીમે કામગીરી કરી હતી.
