ઉનાના ચીખલીમાં ગેંગવોર: યુવાનની હત્યા

5થી વધુ શખ્સોએ હુમલો કર્યો, યાગી ગેંગનું નામ ચર્ચામાં: બાઈક સર્વિસની માથાકૂટમાં હત્યાની શંકા ઉના તાલુકાના ચીખલી ગામે બપોરના સમયે ગામની મધ્યમાં આવેલા ચોકમાં ધોળા…

5થી વધુ શખ્સોએ હુમલો કર્યો, યાગી ગેંગનું નામ ચર્ચામાં: બાઈક સર્વિસની માથાકૂટમાં હત્યાની શંકા

ઉના તાલુકાના ચીખલી ગામે બપોરના સમયે ગામની મધ્યમાં આવેલા ચોકમાં ધોળા દિવસે એક 23 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 5થી વધુ શખ્સોએ યુવાન પર ઘાતક હુમલો કરી નાસી છૂટતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ચીખલી ગામના જલારામ પાન સેન્ટરની બાજુમાં બપોરે અક્ષય મોહનભાઈ મકવાણા ઉ.વ. 23 બેઠો હતો. તે દરમિયાન 5થી વધુ શખ્સો બે બાઈક પરઆવી પહોંચ્યા હતા. અક્ષય સાથે બોલાચાલી થયા બાદ હત્યાના ઈરાદે આવેલા શખ્સોએ જાહેરમાં છરી જેવા ઘાતક હથિયારો કાઢી હુમલો કર્યો હતો. છાતીના ભાગે અને જમણા હાથ પર છરીના ઘા વાગતા અક્ષય લોહી લુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. છાતીના ભાગે વાગેલો ઘા જીવલેણ સાબિત થતાઅક્ષયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસના અંતર્ગત સૂત્રો મુજબ કોબ ગામના એક યુવાને ચીખલી ગામમાં પોતાનું બાઈક સર્વિસમાં મૂક્યું હતું.

આ બાબતે અક્ષય સાથે માથાકૂટ થઈ હતી અને તેનું મનદુ:ખ રાખીને હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક શંકા છે. ગ્રામજનો ની ચર્ચા અંતર્ગત કોબ ગામની કુખ્યાત યાગી ગેંગ ના શખ્સોની આ હત્યા માસંડોવણી હોવાની પણ ચર્ચા છે. પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂૂ કરી છે. નવાબંદર પોલીસના ઙઈં જે.જે.પરમાર સહિતનો પોલીસ કાફલો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતક અક્ષયના મૃતદેહને ઙખ માટે ઉના હોસ્પિટલ ખસેડાયો છે. નવાબંદર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

એકના એક પુત્રની હત્યાથી માતા-પિતા,પરીવાર શોકમય
મૃતક અક્ષય મકવાણા બોટમાં માછીમારી કરવા જતો હતો. હાલ માછીમારીની સિઝન પૂર્ણ થતા તે વતન પરત આવ્યો હતો. અક્ષય તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. દીકરાની હત્યાથી પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.દિન દહાડે ગામના ચોકમાં હત્યાનો બનાવ બનતા ચીખલી સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ છે. પોલીસ આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે.હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *