મોટા મંત્રી અને ગૃહખાતામાં ઓળખાણ છે કહી પાલીતાણાના શખ્સે ખેડૂતને વિશ્ર્વાસમાં લીધો હતો
ડીએસપી બનાવવાનું કહીં નવાગામના પશુપાલક સાથે પાલીતાણાના બે શખ્સોએ રૂૂ.1.48 કરોડની છેતરપીંડી આચરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધ્યા બાદ પાલીતાણાના પ્રોડ્યુસર વિવેક ઉર્ફે વિકકીને દબોચી લીધો હતો. જ્યારે હરી ગમારાની શોધખોળ હાથ ધરી હતી.બનાવ અંગે નવાગામમાં રહેતાં જીલુભાઈ ભગાભાઈ ગમારા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરી રાજા ગમારા (રહે. ઘેટી ગામ, પાલીતાણા) અને વિવેક ઉર્ફે વિકી પ્રવીણ (રહે. હરેક્રિષ્ના રેસિડેન્સી,પાલીતાણા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પશુપાલન તથા ખેતીકામ કરે છે. તેઓને સંતાનમા ત્રણ દિકરાઓ છે. દસેક વર્ષ પહેલા તેઓ દ્વારકા ખાતે ગયેલ હતા તે વખતે તેમની મુલાકાત જ્ઞાતીના હરી ગમારા સાથે થયેલ હતી. ત્યાંથી બન્ને એકબીજાના સંપર્કમા આવેલ હતા. બાદ અવારનવાર મોબાઈલમાં વાતચીત થતી હતી. બાદમાં પારીવારીક સંબંધ બંધાયેલ હતા.
વર્ષ 2021-22 માં તે ઘરે આવેલ હતો તે વખતે તેમણે કહેલ કે, હમણા પોલીસ ખાતામાં પીએસઆઈની ભરતી ચાલુ છે, તમારે તમારા દિકરાને પીએસઆઈની ભરતીમાં પાસ કરાવવો હોય તો અમને કહેજો મારી પાસે લાગવગ છે. જેથી મોટા દિકરા રાહુલ માટે આ હરીભાઈ સાથે પીએસઆઈ બનાવવા વાત કરેલ તો તેમણે કહેલ કે, તેમની સોસાયટીમા વિવેક દવે નામના વ્યક્તી રહે છે અને તે તેમના સારા મીત્ર છે અને તેમની રાજકીય નેતાઓ સાથે ખુબ જ સંપર્ક છે. તેઓના કહેવાથી તમારા દિકરાને પીએસઆઈમાં નોકરી મળી જસે.બાદમાં વિવેક દવે સાથે વાત કરાવેલ અને તેને પીએસઆઈની પરીક્ષામા પાસ કરાવવા માટે રૂૂ.50 લાખ થસે તેમ કહેલ અને એડવાન્સ પેટે રૂૂ.15 લાખ તાત્કાલીક આપવા પડસે અને બાકીના પૈસા પીએસઆઈનો ઓર્ડર આવ્યે આપવા પડસે, જેથી હરી ગમારા તથા વિવેક દવે પર ભરોસો આવતા હરી દ્વારા રૂૂ. 15 લાખ આ વિવેકને રોકડા ઘરે આપેલ હતાં.
પીએસઆઈની ભરતીનુ મેરીટ આવતા આ મેરીટમાં તેઓના દિકરાનું નામ આવેલ નહી બાદમાં હરીભાઈ તથા વિવેક બન્ને ઘરે આવેલ અને કહેલ કે, ભારત સરકારના મોટા મોટા મંત્રીઓ સાથે સંબંધ છે જેથી હવે તમારા દિકરાને ડાયરેક્ટ ડીએસપીનો ઓર્ડર તે કરાવી આપસે, પરંતુ આ વખતે તમારે રૂૂ.2.36 કરોડ રૂૂપીયા આપવા પડસે અને એડવાન્સમા રૂૂ.50 લાખ આપવા પડશે.થોડાક દિવસો બાદ અલગ અલગ તારીખે કુલ રૂૂ.37,76,366 તેઓને મોકલેલ હતાં.
દરમિયાન હરી ગમારાનો ફોન આવેલ કે, તમારા દિકરાનો ડીએસપીનો ઓર્ડર તૈયાર છે, પરંતુ આપણે બાકીના આપવાના પૈસા તાત્કાલીક આપવા પડશે નહીતર ઓર્ડર નહી આવે, જેથી બાકીના રૂૂ.1,98,23,634 રોકડા રૂૂપીયા આપેલ અને દિવસો જતા દિકરાનો ડીએસપીનો ઓર્ડર આવેલ નહી.જેથી બંને આરોપી સાથે વાત કરી અવારનવાર મારા પૈસાની માંગણી કરતા તેમને રૂૂ.88 લાખ પરત આપેલ અને બાકીના નિકળતા રૂૂ.1.48 કરોડ ન આપી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીઆઈ ચિરાગ જાદવ અને ટીમે તપાસ આદરી પાલીતાણા રહેતાં વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણને દબોચી કાર્યવાહી કરી હતી. જ્યારે વધું એક આરોપી હરી ગમારાની શોધખોળ યથાવત રાખી છે.
