ગુજરાત સહિતના રાજ્યમાં કારના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો

ઓટોબ્રોકર સાથે થયેલી છેતરપિંડીની તપાસમાં ભેજાબાજે અનેક વાહન માલિકોને શીશામાં ઉતાર્યાનું ખુલ્યું અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર બારોબાર વેચી નાખવાનું કૌભાંડમાં વાહન લે-વેચનો ધંધો કરતા…

ઓટોબ્રોકર સાથે થયેલી છેતરપિંડીની તપાસમાં ભેજાબાજે અનેક વાહન માલિકોને શીશામાં ઉતાર્યાનું ખુલ્યું

અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર બારોબાર વેચી નાખવાનું કૌભાંડમાં વાહન લે-વેચનો ધંધો કરતા ઓટોબ્રોકર સાથે રૂૂ.2.82 લાખની છેતરપીંડીની ફરિયાદ બાદ એસઓજીએ આ મામલે આનંદઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખરની ધરપકડ કરી તપાસ કરતા અમિતે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં કારના ખોટા દસ્તાવેજો ઊભા કરી સહીઓ કરાવી લઈ ગાડી બારોબાર વેચી ઠગાઈ આચરી હોવાનું ખુલ્યું છે. તેની પાસેથી રૂૂ.21 લાખની પાંચ કાર કબજે કરવામાં આવી છે.

આનંદ પાસે કોઈ ગ્રાહક કરે વેંચવા આવે ત્યારે તે તેની પાસેથી કારની આરસી બુકનાં ફોટા મોબાઈલમાં મંગાવી લેતો હતો, જેના આધારે તે તેવી જ ડુપ્લીકેટ કલર આરસી બુક બનાવી લેતો હતો. ત્યાર પછી ગ્રાહકને કોઈપણ બહાના હેઠળ ઓરિજનલ આરસી બુક સાથે બોલાવતો હતો. જે દરમિયાન તે ગ્રાહકને ડુપ્લીકેટ આરસી બુક આપી તેની અસલી આરસી બુક પોતાની પાસે રાખી લેતો હતો. આ અસલી આરસી બુકના આધારે બાદમાં બેંકમાંથી કાર લોન લઈ તે રકમ પોતાના ખાતામાં જમા કરાવી લેતો હતો. એકંદરે ગ્રાહકને રકમ તો ચુકવતો ન હતો સાથોસાથ તેની કાર પર બેંકમાંથી લોન લઇ તે રકમ પણ ચાઉં કરી જતો હતો.એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું – આ રીતે અનેક કાર માલિકો સાથેઆટલેથી નહીં અટકતા તે ગ્રાહકની કાર વેંચી, ટીટીઓ ફોર્મમાં તેની ડુપ્લકેટ સહીં કરી નાખતો હતો.

કાર વેંચાણ પેટે જે રકમ આવે તે પણ ગ્રાહકને આપવામાં ગલ્લા-તલ્લા કરતો હતો. એકંદરે ગ્રાહકને રકમ તો ચુકવતો ન હતો સાથોસાથ તેની કાર પર બેંકમાંથી લોન લઇ તે રકમ પણ ચાઉં કરી જતો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું .આ રીતે અનેક કાર માલિકો સાથે છેતરપિંડી કર્યાની શંકા છે એકંદરે ગ્રાહકને રકમ તો ચુકવતો ન હતો સાથોસાથ તેની કાર પર બેંકમાંથી લોન લઇ તે રકમ પણ ચાઉં કરી જતો હતો પાસેથી બે અમેઝ, નંબર પ્લેટ વગરની વર્ના, રાજકોટ પાસિંગની એક્સયુવી 300, ઈકો મળી કુલ પાંચ કાર કબ્જે કરવામાં આવી છે. જેમાંથી એક કારની છેતરપિંડી અંગે હાલ ફરિયાદ નોંધાઈ છે. પાંચ કાર અને એક મોબાઇલ મળી કુલ રૂૂા.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *