ક્રાઇમ
સંત કબીર રોડ-ચિત્રકૂટ એપાર્ટમેન્ટ અને પેડક રોડ પર જુગારનો દરોડો: સાત શખ્સો પકડાયા
સંતકબીર રોડ પર શક્તિ સોસાયટી નંદુબાગ પાસે મકાનમાં જુગાર રમતા ત્રણ શખ્સોને 10 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. આ મામલે બી ડીવીઝનના સ્ટાફે કામગીરી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સંતકબીર રોડ ગાયત્રી મેન્શન પાછળ શક્તિ સોસાયટી શેરી નં.2 નજીક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસના ભાનુશંકરભાઇ ધાંધળા, હાર્દીકભાઇ ગાજીપરા, ક્રિપાલસિંહ જાડેજા સહીતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ભરત મંગળદાસ પોપટ, દિલીપ ભુપત કોટક અને મહેશ ગગજી ડોડીયાને ઝડપી રૂા.10400નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે બીજા બનાવમાં પેડક રોડ પર ઠાકરધણી હોટેલ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પીઆઇ એસ.એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ જે.આર. સોલંકી, ક્રિપાલસિંહ જાડેજા, રાજદીપભાઇ પટગીર, હાર્દિકભાઇ ગાજીપરા, પંકજભાઇ માળી સહીતના સ્ટાફે દરોડો પાડી વર્લી ફીચરનો જુગાર રમતા જુસબ જુમ્મા લંઘા, દિલીપ કનૈયાલાલ વેકરીયા, ચંદ્રકાંત હીરાલાલ ચતવાણી અને મનુભાઇ વિઠલભાઇ ગોહેલને પકડી રૂા.15580નો મુદામાલ જપ્ત કર્યો હતો.
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ચિત્રકુટ ધામ સોસાયટીમાં ચિત્રકુટ એપાર્ટમેન્ટ એ વીંગ ફલેટ નંબર 203માં જુગાર રમતા વિનોદ તુસલીદાસ રાઠોડ, ગીરીશપીર ગોરધનપરી ગોસ્વામી, સાગર વિજયભાઇ સોનછત્રા, અશ્વીન ઉર્ફે આર્યન મગનભાઇ મકવાણા, મુકેશ લક્ષ્મીદાસ કોટક અને હનીફ અસરફભાઇ હાલાણીને પકડી રૂપિયા 52900નો મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરી પીસીબી શાખાના પીએસઆઇ એમ.જે. હુણ સહીતના સ્ટાફે કરી હતી.
ક્રાઇમ
શેરબજારમાં મોટા વળતરના નામે સાત હજાર કરોડનું ફૂલેકું
દેશભરમાં ઓફિસો ખોલી, ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીનો માલિક કાંડ કરી ઓસ્ટ્રેલિયા નાસી ગયો
જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો સાવધાન થઈ જજો. એવું જરાય ન માનતા કે નુકસાન માત્ર માર્કેટમાં ઘટાડાને કારણે જ થાય છે. આજકાલ રોકાણના નામે પણ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આવો જ એક બનાવ હૈદરાબાદથી સામે આવ્યો છે. જેમાં મોટો નફો કમાવવાની લાલચમાં રોકાણકારોએ પોતાના હજારો કરોડ રૂૂપિયા ગુમાવ્યા છે.
આસામ ખાતે આવેલી આ બ્રોકિંગ કંપનીએ શેર બજારમાં મોટો નફો કમાવી આપવાની લાલચ આપી દેશભરના રોકાણકારો સાથે છેતરપિંડી આચરી છે. કેટલાક રોકાણકારોએ તો લાલચમાં આવીને કરોડો રૂૂપિયા ગુમાવ્યા છે. છેતરપિંડીની આ રકમ લગભગ 7 હજાર કરોડ રૂૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બ્રોકિંગ કંપનીના માલિક દીપાંકર બર્મન સામે હૈદરાબાદમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. સાયબરાબાદ પોલીસે આ ઓનલાઈન સ્ટોક બ્રોકિંગ કંપની વિરુદ્ધ છેતરપિંડી અને રોકાણકારોનો વિશ્વાસ તોડવા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીએ દેશભરમાં તેની ઓફિસો ખોલી છે. આ કંપનીએ ગુવાહાટી ઉપરાંત હૈદરાબાદ, બેંગ્લોર અને મુંબઈમાં પણ પોતાની બ્રાન્ચ ખોલીને લાખો રોકાણકારો પાસેથી પૈસા જમા કરાવ્યાં હતા. પોલીસે આ મામલે તેલંગાણા પ્રોટેક્શન ઑફ ડિપોઝિટર્સ ઑફ ફાઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પણ 5 કેસ નોંધ્યા છે.
ગયા મહિને 23 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં ફરિયાદ નોંધાવનાર સોફ્ટવેર એન્જિનિયર શમાઈ પંચખારે જણાવ્યું કે, તેમણે આ કંપની દ્વારા 11 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કંપનીએ સારું રિટર્ન આપવાનો વાયદો આપ્યો હતો, પરંતુ હવે તો અમારા પૈસા પણ મળવા મુશ્કેલ થઈ ગયા છે. કંપનીએ વ્યાજની રકમ પણ ચૂકવી નથી. અન્ય એક રોકાણકાર ગંતડી હરીશે તો ડિસેમ્બર 2022માં 88.5 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું. વિશ્વજીત સિંહે 36.80 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેમને માત્ર 16.20 લાખ પરત મળ્યા છે.
તેલંગાણા પોલીસનું કહેવું છે કે, આ કેસનો ખુલાસા થયા બાદ અત્યાર સુધીમાં 23 હજાર રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આસામ પોલીસે પણ આરોપી દીપાંકર બર્મન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ આરોપી ભારતની બહાર ભાગી ગયો છે અને તે ઓસ્ટ્રેલિયામાં છુપાયેલો હોવાનું જાણવા મળે છે. આરોપીએ ઓસ્ટ્રેલિયામાં પણ ઘણા રોકાણકારો સાથે છેતરપિંડી આચરી છે અને ત્યાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યો છે.
ક્રાઇમ
જીઓ ટાવરના મેન્ટેનન્સના નામે રિલાયન્સ કંપનીને 12 કરોડનો ધુંબો
2018થી 2023 સુધીમાં કર્મચારી-વેન્ડરે ખોટા બિલો મૂકી ઉચાપત કરી
અમદાવાદમાં આવેલ ખાનગી કંપની રિલાયન્સ જીઓના ટાવર મેન્ટેનન્સને લઈ કરોડો રૂૂપિયાની ઉચાપત થવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં જ કામ કરતા વેન્ડર અને કર્મચારીએ મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી કરોડો રૂૂપિયાની હેરાફેરી કરી હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદમાં રિલાયન્સ જીઓમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી કરોડો રૂૂપિયાની ઉચાપત કંપનીમાં જ કામ કરતા વેન્ડર અને કર્મચારીએ કરી છે. બન્ને આરોપીઓ ઘણા સમયથી કંપનીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી કંપનીમાંથી પૈસા વસુલતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી આશરે 12 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ છે. આ ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રિલાયન્સ જીઓમાં કામ કરતા વેન્ડર અને કર્મચારી વર્ષ 2018 થી લઈને 2023ના સમયગાળામાં કંપનીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજૂ કરતા હતા અને કંપનીમાંથી પૈસા વસુલતા હતા. આ દરમિયાન તેઓએ કંપનીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી આશરે 12 કરોડ રૂૂપિયાની ઉચાપત કરી છે. આ સમગ્ર મામલો ઉજાગર થતા આર્થિક ગુના નિવારણ શાખાએ બન્ને આરોપીઓની ઘરપકડ કરી છે અને આ ગુનામાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
સુરેન્દ્રનગર માલવણ હાઇવે ઉપર તેલ ચોરી કૌભાંડમાં PI, PSI સહિત 7 પોલીસ કર્મી સસ્પેન્ડ
સુરેન્દ્રનગર માલવણ પાસે ગાંધીનગર સીઆઇડી સેલે દરોડો પાડી કચ્છથી હજીરા જતા ટેન્કરમાંથી તેલ ચોરીનું રેકેટ ઝડપી પાડયું હતું. જેમાં 1.57 કરોડનો મુદામાલ કબજે કરાયો હતો. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ બજાણાના પીઆઇ, પીએસઆઇ સહીત 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. મુંદ્રાથી ટેન્કર મારફતે મોકલવામા આવતું સોયાબીન, પામોલીન, દિવેલ સહિતના તેલના જથ્થાની ચોરી કરતી ટોળકીનો સીઆઈડી ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. મુંદ્રાથી હજીરા જતાં ટેન્કરને માલવણ નજીક હાઈવે પર ઉભા રાખી ડ્રાયવર અને ક્લિનરની મીલીભગતથી ચાલતા આ તેલચોરીના કૌભાંડમાં પાંચ શખ્સોની ધરપકડ કરી રૂૂા. 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં આ તેલ ચોરીના રેકેટમાં રાજકોટ, ગાંધીધામ અને મોરબીના 8 શખ્સોની સંડોવણી ખુલી છે. જેની ધરપકડ માટે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂૂ કરી છે.
સુત્રધાર રાજકોટનો શખ્સ છેલ્લા બે મહિનાથી હોટલ ભાડે રાખી આ રેકેટ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. મુંદ્રાથી અલગ અલગ તેલ ભરીને જતાં ટેન્કરોમાંથી આ તેલ ચોરી થતું હોવાની બાતમી સીઆઈડી ક્રાઈમને મળી હતી. જેના આધારે સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર પીપડી ગામના પાટિયા પાસે આવેલી રામદેવ હોટલે દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલની પાછળ પતરાના શેડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરી મુંદ્રાથી હજીરા જતાં ટેન્કરના ડ્રાઈવર અને ક્લિનરની મીલીભગતથી પામોલીન, દીવેલ અને સોયાબીન તેલની ચોરી થતી હતી. જે દરોડા દરમિયાન રંગેહાથ ઝડપાઈ હતી. આ દરોડામાં પીપળી ગામના અજમલ, બાજુજી કોલી, રાજકોટના નિલમ પાર્ક દેવપરામાં રહેતા મહેબુબ બાબુ સુમરા, નરપત રાજાજી ઠાકોર, સુરેન્દ્રનગરના પીપળી ગામના પ્રવિણ બાજુજી કોલી અને અજમેરના ગજરાજસિંગ બિરમસીંગ રાવતની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે રૂૂા. 1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરી હતી જેમાં બજાણા પોલીસ મથકના પી.આઇ. એન.એમ. ચૌધરી અને વહીવટદાર સહીતનાઓના નામ બહાર આવ્યા હતા. આ મામલે જિલ્લા પોલીસ વડાએ પીઆઇ એન.એમ. ચૌધરી સાથે એક પીએસઆઇ અને 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
-
રાષ્ટ્રીય1 day ago
આવતા અઠવાડિયે આવશે દેશ માં સૌથી મોટો આઈપીઓ ,તો જાણો કેટલી હશે એક શેરની કિંમત
-
ગુજરાત1 day ago
વડોદારામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ VIDEO
-
મનોરંજન1 day ago
માંડ માંડ બચી તુલસી કુમાર!!! શૂટિંગ દરમિયાન સિંગર પર પડી દીવાલ, જુઓ VIDEO
-
રાષ્ટ્રીય9 hours ago
પોલીસની હાજરીમાં જ ભાજપના ઘારાસભ્યને માર્યો ફડાકો, જુઓ VIDEO
-
રાષ્ટ્રીય1 day ago
ચૂંટણીના પરિણામો વચ્ચે શેર બજારમાં તેજી, Nifty 100 પોઈન્ટથી વધુ તો સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો
-
ગુજરાત1 day ago
ગરબા રમવા બાબતે પિતાએ ઠપકો આપતા નવપરિણીત પુત્રએ ફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યો
-
ગુજરાત1 day ago
કોઠારિયા રોડ ઉપર બાઇક અકસ્માતમાં વેપારીનું મોત
-
ગુજરાત1 day ago
RTO દ્વારા ટુ વ્હિલર માટે GJ-03-NSમાં ગોલ્ડન તથા સિલ્વર નંબરનું ઓક્શન