રાજકોટ અમદાવાદ હાઈવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તા પાસે જાહેરમાં રૂૂ.4.10 લાખના ગાંજા સાથે જંગલેશ્વરના ફ્રુટના વેપારી શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના નાર્કોટીક્સ સેલની ટીમે ઝડપી લઇ પુછપરછ કરતા રાજસ્થાનનું કનેક્શન ખુલ્યું છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે એસ.ઓ.જી.ના પી.આઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન તેમજ પીએસઆઈ વી,વી,ધ્રાંગુ ની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ, ફિરોજભાઇ રાઠોડ,દિગ્વિજયસિંહ ગોહિલ નાઓની સંયુકત બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તામાં ફ્રુટનો વેપાર કરતા જંગલેશ્વર સાગર ચોક આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નં.4 ક્વાર્ટર નં.206માં રહેતા મૂળ જુનાગઢના ઇબ્રાહિમ ઉર્ફે શાહબાઝ ઉર્ફે ટીકડો રજાકભાઇ શેખ (ઉ.વ.23) ને રૂૂ.4.10 લાખના 8 કિલો અને 200 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.
પુછપરછ કરતા રાજસ્થાનનું કનેક્શન ખુલ્યું છે. એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા,પીએસઆઈ વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ રાઠોડ તથા અરૂૂણભાઈ બાંભણીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. મૌલિકભાઈ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહીલ તથા પો.કોન્સ, હાર્દિકસિંહ પરમાર તથા મહિલા પો.કોન્સ. મોનાબેન બુસા તથા ડ્રા. પો.કોન્સ. નરપતસિંહ જાડેજા તથા નિર્મળસિંહ ઝાલાએ કામગીરી કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી શ્રી કે. એમ. તાવિયાએ અભિપ્રાય આપ્યો હતો.
