રાજકોટની ભાગોળે આવેલ મેટોડામાં વિરલ એવન્યુમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકનાં મેનેજર દ્વારા ખાતા ધારકોના બેંક એકાઉન્ટ અંગત ઉપયોગ માટે વાપરી, હોદ્દાનો દૂરઉપયોગ કરી લોન મેળવી લઈ રૂૂા.34 લાખની ગેરરીતિ કર્યાની બેંકના પૂર્વ કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી વિગતો મુજબ ગુજરાત ગ્રામીણ બેંકનાં પૂર્વ કમર્ચારી જયંતીલાલ ખાંટે નોંધાવેલી ફરિયાદ માં આરોપી તરીકે નંદગાવ ટાવર, પાટીદાર ચોક, 80 ફૂટ રોડ ઉપર રહેતા દલસુખ હરીભાઈ ડઢાણીયાનું નામ આપ્યું છે.
તા.28-1-15 થી તા. 17-3-18ની ફરજ દરમિયાન ખાતા ધારકોના બેંક એકાઉન્ટ અંગત ઉપયોગ માટે વાપરી, હોદ્દાનો દૂરઉપયોગ કરી લોન મેળવી લઈ રૂૂા.34 લાખની ગેરરીતિ કર્યાની મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જયંતીલાલે પોલીસને જણાવ્યું કે આરોપીએ વિનોદભાઈ બુસાના નામે કેવાયસી ડોક્યુમેન્ટ લીધા વિના તેની જાણ બહાર ત્રણ લાખની કેસ ક્રેડિટ સુવિધા ચાલુ કરી હતી. જેમાંથી તા.10-12-2017ના રૂૂા. 90 હજાર ઉપાડી રૂૂા.85 હજારની સ્લિપ ભરીને મે. બાલાજી એન્જિનિયર્સ-શાપરના ખાતામાં જમા કરાવ્યા હતા. આવી રીતે તા.9-1-2018ના રૂૂા. 70 હજાર મેળવી તા.21-2-2018નાં રૂૂા. 31 લાખ જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આરોપીની બદલી આણંદપર ખાતે થઈ હતી.
જયાંથી તે ચેક મારફતે વૈનોદભાઈના ખાતામાં રૂૂા.2પ હજાર જમા કરાવ્યા હતા. ત્યાર બાદ રૂૂા. 20 હજારનો ચેક મોટી મોલડી શાખામાંથી વટાવ્યો હતો. બદલી બાદ તેની જગ્યાએ મેનેજર તરીકે જીતેશભાઈ જોશી આવતાં તેણે બાલાજી એન્જિનિયરિંગમાં ઈન્સ્પેકશનમાં ગયા હતા. જયાં તેજશભાઈ નામના વ્યક્તિ મળતાં ન હોય શંકાસ્પદ જણાતા અને વિનોદભાઈ બુસાના ડોકયુમેન્ટ મળી નહીં આવતાં વિનોદભાઈનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે તેનું ખાતું બેંકમાં જ નહીં હોવાનું તમામ જણાવ્યું હતું અને આ એકાઉન્ટ આરોપીએ બેંક લોન વાપરવા માટે ખોલાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીએ ખોલાવેલા એકાઉન્ટની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીએ તા.28-1-2015થી તા.17-3-2018 દરમિયાન પોતાની ફરજ દરમિયાન બેંક ખાતા ધારકોના એકાઉન્ટ પોતાના અંગત ઉપયોગમાં વાપરી હોદાનો દુરૂૂપયોગ કરી અન્યના ડોકયુમેન્ટ વાપરી મેળવી લઈ રૂૂા.34 લાખથી વધુની ગેરરીતિ અને ગેરવહિવટ
