ધોરાજીમાં કિમતી ઘડિયાળ સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ આ મામલે મ્યુલ એકાઉન્ટ ધારકના નામ પણ ખુલ્યા છે.
મળતી વિગતો મુજબ ધોરાજીના સિકંદર સલીમ શેખ,સુફીયાન સલીમ શેખ,ઉસ્માન સલીમ કાંગડા અને અહેમદ સલીમભાઈ કાંગડા સામે સાયબર ક્રાઇમ સેલ તરફથી આવેલ મ્યુલ બેન્ક એકાઉન્ટ તથા એ.ટી.એ મ. તથા બેંક ચેકની આવેલ માહિતી આધારે કાયદેસરની કાર્યવાહી કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે, ધોરાજી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જમનાવડ રોડ શાખામાં એકાઉન્ટ ધારક સુધરાઈ કોલોની, ઉષા કીરણ એપાર્ટમેન્ટ પાછળ રહેતા સિકંદર સલીમ શેખની પુછપરછ કરતા સિકંદરે જણાવેલ કે, મને મારા મિત્ર દાણાવાલા ચોક, કાંગડા પેલેશ, ધોરાજી રહેતા ઉસ્માન સલીમ કાંગડાએ હું ફ્રોડના રૂૂપિયા તારા ખાતામાં ટ્રાંસ્ફર કરાવીશ, તેમાંથી 20% તારે રાખી લેવાના અને બાકીના રૂૂપિયા તારે મને ઉપાડી ને આપી દેવાના.
બાદ ઉસ્માન ઉપરોક્ત બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવતો અને અને ધોરાજી જમનાવડ રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના એટીમ માંથી રૂૂપિયા ઉપાડી 20% કમીશન કાપી બાકીના રૂૂપિયા ઉસ્માન કાંગડાને આપી દેતો. તેમજ અન્ય બેન્ક એકાઉન્ટ ધારક સુધરાઈ કોલોની વાળા સુફીયાન સલીમ શેખની પુછપરછમાં સુફીયાને જણાવેલ કે,તેને તેના મોટા ભાઈ સિકંદર સલીમ શેખે કહેલ કે, તું ઉસ્માન કાંગડાને તારૂૂ બેંક એકાઉન્ટ વાપરવા દે, તે તારા એકાઉન્ટમાં જે રકમ ટ્રાંસ્ફર કરે તેમાથી 20% તારે રાખી લેવાના અને બાકીના રૂૂપિયા ઉસ્માનને આપવાના તેમ મારા ભાઈએ જણાવતા, જેથી બેંક એકાઉન્ટની પાસબુકનો ફોટો ભાઈ સિકંદરનાં કહેવાથી ઉસ્માનને તેના મોબાઈલમાં વોટ્સએપ કરી આપેલ.
જેમાં ફ્રોડથી આવેલા કુલ રૂૂ. 50,000 એટીમ થી વિથડ્રો કરી રૂૂ. 10,000 કમીશન પેટેના રાખી બાકીના રૂૂ.40,000 આ ઉસ્માનને રૂૂબરૂૂ રોકડા આપે આ મામલે ઉસ્માનભાઈ સલીમભાઈ કાંગડાની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, તે છેલ્લા દોઢેક વર્ષથી ઈન્સ્ટાગ્રામ માં મોઘી ઘડીયાળોના ફોટા અને વિડીયો અપલોડ કરી ડીસ્પ્લેમાં મુકેલી ઘડિયાળનો ભાવ તાલ નક્કી કરતો, ભાવ નક્કી થાય એટલે એડવાન્સ પે ટે ગ્રાહક પાસેથી એકાઉન્ટમાં રૂૂપિયા આવી જાય તે માટે પ્રયત્ન કરતો અને જો ગ્રાહક પુરા રૂૂપિયા ના આપે તો અડધા રૂૂપિયા તુરતજ અને અડધા રૂૂપિયા ઘડીયાળની ડીલવરી મળ્યા બાદ આપવાનું જણાવતો, તેમજ કોઈ કસ્ટમરને વિશ્વા સ ના આવે તો તેમને વિશ્વાસમાં લેવા માટે સેલોશીપ નામની એપ્લીકેશન મારફતે ડીલવરીનું ફેક ટ્રેકીંગ મોકલી આપતો. અને આ રૂૂપિયા હું ડાયરેક્ટ મારા બેંક એકાઉન્ટમાં જમાં કરાવતો નહી, પરંતુ અન્ય કોઈ પાસેથી કમીશન પેટે બેંક એકાઉન્ટ મેળવી છેતરપીંડી કરતો હોવાનું ખુલ્યું છે.
