જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રવિવારે સાંજે 6.45 વાગ્યાના અરસામાં એક બ્રાસપાટ ની ભઠ્ઠીમાં પિત્તળ નો રસ ઓગાળવામાં આવતો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો, અને પિત્તળનો રસ ઉડવાના કારણે ચારેય ગંભીર સ્વરૂૂપે દાઝી ગયા હતા. જેથી બ્રાસપાર્ટના એકમમાં ભારે નાસભાગ થઈ હતી.
આ બનાવ અંગે 108 ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, ઉપરાંત પંચકોષી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બ્રાસપાર્ટ ની ભઠ્ઠી માં કામ કરી રહેલા ચાર શ્રમિકો સોમપાલ પાસવાન, વિજયકુમાર, અનિલભાઈ, તથા સંજય પાસવાન નામના ચાર પરપ્રાંતીય શ્રમિકો ગંભીર સ્વરૂૂપે દાઝ્યા હતા.
જે ચારેયને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક શ્રમિક ગંભીર સ્વરૂૂપે દાજી ગયો છે, અને ચારેય ની સઘન સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ છે, અને આ બનાવ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
—
