ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ રથયાત્રાના સંદર્ભમાં પોલીસ વિભાગની કોન્ફરન્સ યોજાઈ

જામનગર જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ રથયાત્રા ના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ…

જામનગર જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ રથયાત્રા ના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલુ ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.

જેમાં લાલપુર વિભાગના આઈપીએસ અધિકારી શ્રી પ્રતિભા, શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડી.વાય. એસ.પી. વી. કે. પંડ્યા, જામનગર ગ્રામ્ય વિસ્તારના ડી.વાય.એસ.પી. આર.બી દેવધા, એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી. એન. ચૌધરી, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર, ટ્રાફિક શાખા ના પી.આઈ., ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.પી.ના રીડર પીએસઆઇ પી.એન. મોરી, સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આગામી અષાઢી બીજ ને રથયાત્રા ના તહેવાર દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તે બાબતે જરૂૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *