હોળી-ધુળેટી ઉપર મારામારીના અલગ અલગ ચાર બનાવો

  રાજકોટમાં હોળી-ધૂળેટી ઉપર મારામારીના અલગ અલગ ચાર બનાવો નોંધાયા હતા. જેમાં માયાણીનગર ક્વાર્ટરમાં રહેતાં યુવાનને હોળીની રાતે તે તેના ભાઇને તેડવા જતો હતો ત્યારે…

 

રાજકોટમાં હોળી-ધૂળેટી ઉપર મારામારીના અલગ અલગ ચાર બનાવો નોંધાયા હતા. જેમાં માયાણીનગર ક્વાર્ટરમાં રહેતાં યુવાનને હોળીની રાતે તે તેના ભાઇને તેડવા જતો હતો ત્યારે લક્ષ્મીનગરમાં એક શખ્સે રૂૂપિયાની ઉઘરાણી બાબતે અટકાવી તારો ભાઇ ક્યાં છે? તેમ પુછી ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો. જયારે બેડીપરામાં કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. તેમજ રૈયાધાર અને કાલાવડ રોડ ઉપર બાંસુરી રેસ્ટોરન્ટ બહાર ઝગડો કરતા લોકોને અટકાવવા જતા ચાર વ્યક્તિ ઉપર હુમલો થયો હતો.

માયાણીનગર આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં. 24 રૂૂમ નં. 2626માં રહેતાં અનિકેત સંતોષભાઇ ચૌહાણ (ઉ.વ.21)ની ફરિયાદ પરથી પ્રતાપસિંહ સુખદેવસિંહ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. અનિકેત માતા-પિતા, ભાઇ, બહેન સાથે રહે છે અને છુટક મજૂરી કરે છે. તેણે જણાવ્યું હતું કે હું હોળીની રાતે સાડા બારેક વાગ્યે મારા ભાઇ સોનુને લેવા માટે જતો હતો ત્યારે લક્ષ્મીનગર પાસે સીટી કોર્નરના ચોકમાં પ્રતાપસિંહ મળતાં મને કહેલુ કે તારો ભાઇ સોનુ ક્યાં છે? જેથી મેં તેને મને ખબર નથી તેમ કહેતાં તેણે નેફામાંથી છરી કાઢી મને જમણા હાથના કાંડા પર ઘા મારી દીધો હતો. લોહી નીકળતાં બૂમાબૂમ કરતાં માણસો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો. આ પછી પ્રતાપસિંહ ભાગી ગયો હતો. મેં ફોન કરી મારા ભાઇ સોનુને બોલાવ્યો હતો અને બાદમાં અમે પોલીસ સ્ટેશને ગયા હતાં.
મારા ભાઇ સોનુ પાસે પ્રતાપસિંહ વારંવાર પૈસા માંગતો હોઇ મારો ભાઇ તેને પૈસા આપતો ન હોઇ જેથી ખાર રાખી મારા પર છરીથી હુમલો કર્યો હતો.

બીજા બનાવમાં સગર શેરીમાં ગંગેશ્વર રોડ પર રહેતાં અને સંત કબીર રોડ પર ગેરેજ ચલાવતાં સાગર અશોકભાઇ મકવાણા (ઉ.વ.28)ની ફરિયાદ પરથી બેડીપરા નજીકની ખીંટ શેરીમાં રહેતાં મુન્નો ખીંટ, વંશ ભાવેશભાઇ ભરવાડ, અમિત ભરવાડ અને વિક્કી ભરવાડ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. સાગર મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે,ધુળેટીની રાતે આઠેક વાગ્યે તે પોતના ઘરે હતો ત્યારે કાકા સુરેશભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.49) સાથે આ વિસ્તારના ખીંટ શેરીમાં રહેતો મુન્ના ભરવાડ, વંશ અને અમિત તથા વિક્કી ઝઘડો કરતાં હોઇ સાગર નીચે ગયો હતો અને કાકાને ઝઘડાનુ કારણ પુછતાં તેણે કહેલુ કે ભાવનગર રોડ વાહન અકસ્માત થયો હોઇ જેમાં તેમને કોઇએ પુછેલુ કે અકસ્માત કોણે કર્યો? જેથી સુરેશભાઈએ કોઇ ભરવાડનો છોકરો હતો તેમ કહ્યું હતું. આ બાબતનું મનમાં રાખી મુન્નો, વંશ સહિત ચારેયએ મને બોલાવી તું કેમ ભરવાડનું નામ લે છે? કહી ઝઘડો કર્યો હતો. અને ચારેયે સુરેશભાઈ અને સાગર ઉપર ધોકાથી હુમલો કર્યો હતો
ત્રીજા બનાવમાં રૈયાધાર મફતીયાપરામાં રહેતા અશોક ગીધાભાઈ દેવીપુજકના ઘર પાસે ઝગડો કરતા વીરચંદ, જયતિભાઈ,વિપુલ અને અરુણને ઘર પાસે ઝગડો કરતા છોડાવવા જતા આશોકભાઈ તેમજ બચુભાઈ અને વાલજીભાઈ ઉપર પાવડાના હાથા વડે મારમારતા આ મામલે યુનિવર્સીટી પોલીસમાં ફરિયદ નોંધાઈ છે.

ચોથા બનાવમાં શહેરના કાલાવડ રોડ ઉપર બાંસુરી રેસ્ટોરન્ટ બહાર કેટલાક લોકો ઝગડો કરતા હોય છોડાવવા જતા જેતપુરના અવધ અરવિંદભાઈ તિવારી ઉપર આયુષ ઉર્ફે રિસ્કી ઠકરાર,પ્રિન્સ અને ઋત્વિક કોટેચા તેમજ એક અજાણ્યા શખ્સે છરી હતી હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *