મનપાના વેરાવિભાગ દ્વારા આજે કોમર્શીયલની વધુ સાત મિલ્કત સીલ કરી 18 આસામીઓ પાસેથી સ્થળ ઉપર રૂા. 47.10 લાખની વસુલાત કરી હતી. વેરાવિભાગ દ્વારા આજે ગાયકવાડી શેરી નં-2/8 કોર્નર ડેરી ફ્રેશ આઈસ્ક્રીમ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.12 લાખ, ઈશ્વરીયા સુપર નજીક દેવતીર્થ પાર્ક સેકંડ ફ્લોર શોપ નં-201 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.1.33 લાખ, સાધુવાસવાણી કુંજ રોડ પર અમૃત ચોક નજીક માં કોમ્પ્લેક્ષમાં 1-ફર્સ્ટ ફ્લોર પર કમર્શીયલ હોલને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.1.08 લાખ, સાધુવાસવાણી કુંજ રોડ પર શિવાલય ચોક નજીક શ્રી ભગવતીનગરમાં શ્રી આશીર્વાદ સ્કુલ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.75 લાખ, કુવાડવા રોડ મારુતીનગરમાં કૈલાશ વિજય સ્વીટ માર્ટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,200, ભક્તિનગર સ્ટે પ્લોટ નજીક શેરી નં-18 પંડ્યા નિવાસ નજીક ગગન ટ્રાન્સપોર્ટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.63 લાખ, આશાપુરા મેઈન રોડ પર જાનકી કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-2 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.60,000, કરણપરા ચોક નજીક સદગુરુ દેવ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ઓફીસ નં-204 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.97,373, દિવાનપરા વિસ્તારમાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં શોપ નં- ક-4 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.54,260, રામનગર શેરી નં-4માં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.79,940, ગોંડલ રોડ પર ક્ધયા છાત્રાલય પાછળ ક્રિષ્ના ડોર લેમિનેટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.68,730, ગોંડલ રોડ સોમનાથ ઈન્ડ એરિયામાં જમુના ઇલેક્ટ્રિક સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.02 લાખ, 10-સમ્રાટ ઈન્ડ એરિયામાં ગજાનંદ ટ્રાન્સપોર્ટ નજીક 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.16 લાખ, જકાતનાકા નજીક ખોડીયારનગરમાં મધુવન સ્કુલ નજીક 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.50 લાખ, કૃષ્ણનગર મેઈન રોડ ગુરુપ્રસાદ ચોક નજીક મુક્ત મેઘ હાઈટ્સ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.00 લાખ, અમરનગર ઈન્ડ એરિયામાં 1-યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.85,000ની કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
