વાયરમેન, રિક્ષાચાલક, શ્રમિક અને આધેડને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડયો
રાજકોટ સહીત રાજયભરમા કડકડતી ઠંડી વચ્ચે હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ રાજકોટમા વધુ 4 વ્યકિતના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાયરમેન, રિક્ષાચાલક, શ્રમિક અને આધેડને હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારોમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમા રહેતા અજીતભાઇ લક્ષ્મીદાસ મેસવાણીયા (ઉ.વ. પપ) બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામા ઘરે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. જયા તબીબે જોઇ તપાસી હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનુ જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક આધેડ બે ભાઇમા મોટા હતા અને તેમને સંતાનમા એક પુત્રી છે. મૃતક આધેડ વાયરમેનનુ કામ કરતા હતા.
બીજા બનાવમા રાજનગર ચોક પાસે આવેલી કૈલાસ સોસાયટીમા રહેતા જયેશભાઇ દેવજીભાઇ રત્નોતર (ઉ.વ. પ1) પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા પાચેક વાગ્યાના અરસામા હૃદય રોગનો હુમલો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. જયા તેમનુ મોત નિપજતા પરિવારમા શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમા મૃતક આધેડ 3 ભાઇ એક બહેનમા મોટા હતા અને તેમને સંતાનમા બે પુત્ર છે. આધેડ રીક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. જયેશભાઇ રત્નોતરને અચાનક ઉલ્ટી થયા બાદ મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
ત્રીજા બનાવમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા જીવંતીકાનગરમા રહેતા સુરેશભાઇ મેઘજીભાઇ પિત્રોડા (ઉ.વ. પપ) રામાપીર ચોકડી પાસે આવેલા શાસ્ત્રીનગરમા કલર કામ કરતા હતા ત્યારે બપોરના સમયે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનુ હાર્ટ એટેકથી મોત નિપજયુ હોવાનુ જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક તપાસમા મૃતક સુરેશભાઇ પિત્રોડા બે ભાઇ એક બહેનમા નાના હતા અને કલરકામ કરતી વેળાએ આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડયો હોવાનુ મળેલ છે.
આ ઉ5રાંત ચોથા બનાવમા રેલનગરમા રહેતા જીતેન્દ્રભાઇ જેન્તીલાલ બારડ નામના પ1 વર્ષના આધેડ સાડા બારેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે છાતીમા દુખાવો ઉપડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. જયા સારવાર કારગત નિવડે તે પુર્વે જ આધેડનુ મોત નિપજતા પરિવારમા કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમા મૃતક આધેડ બે ભાઇ બે બહેનમા વચેટ અને અપરણીત હતા. જીતેન્દ્રભાઇ બારડનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
