શહેરના કોઠી કમ્પાઉન્ડ નજીકથી પ્ર.નગર પોલીસની ટીમે મહિન્દ્રા કારમાં ચોરખાનું બનાવી છુપાવવામાં આવેલો દારૂૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુરત ખાતેથી દારૂૂનો વેંપલો કરવા બેલડીને દબોચી રૂૂ. 6.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી આર વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી રાણીંગાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ ઝાલા, તોફિકભાઈ મંધરા અને ચાપરાજભાઈ ખવડને મળેલી સંયુક્ત બાતમીના આધારે જૂની કલેકટર કચેરીની સામે કોઠી કમ્પાઉન્ડ નજીકથી મહિન્દ્રા ટીયુવી 300 કાર જેના નંબર જીજે-01-આરવી-9545 માં ચોરખાનું બનાવી સંતાડવામાં આવેલી અલગ અલગ બ્રાન્ડની 480 બોટલ શરાબ કબજે કરવામાં આવી હતી. પ્રનગર પોલીસની ટીમે કારમાં હાજર તેજનારાયણ રામબચ્ચન યાદવ (ઉવ 36 રહે. જગદીશનગર સોસાયટી, નાના વરાછા, સુરત મૂળ રહે. બક્સર, બિહાર) અને પ્રભુદાસ જગનભાઈ રાઠવા (ઉવ 40 રહે. સાયણ, સુગર રોડ, સુરત. મૂળ રહે. કવાંટ, છોટાઉદેપુર)ની ધરપકડ કરી રૂૂ. 1.40 લાખનો શરાબ, કાર, મોબાઈલ મળી કુલ રૂૂ.6,56,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલ શખ્સોએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબુલાત આપી હતી કે, દારૂૂનો જથ્થો તેઓ સુરત ખાતેથી અહીં રાજકોટમાં વેચાણ અર્થે લઈને આવ્યા હતા પરંતુ હજુ કોઈ બુટલેગરનો સંપર્ક કરે તે પૂર્વે જ પોલીસની ટીમએ બંને શખ્સોને ઝડપી લીધા હતા.
આ કામગીરીમાં પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ. વી.આર. વસાવા, પીએસઆઇ જે બી રાણીંગા, હેડ કોન્સ્ટેબલ એમ સી જાડેજા, જે એલ વાવડીયા, કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ ઝાલા, તોફિકભાઈ મંધરા, ચાપરાજભાઈ ખવડ, રિયાઝભાઈ ભીપૌત્રા, વનરાજભાઈ બોરીચા, તોફીકભાઈ જુણાચ, વિરેન્દ્રસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા અને ધર્મેશભાઈ મોણપર રોકાયા હતા.
