ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે થયેલી બદલીમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ શહેરમાં હાજર થયેલા 12 નવા પી.આઈ પોસ્ટીંગ આપી 7 પી.આઈની આંતરિક બદલી કરવામાં આવ્યા બાદ આજે હાજર થયેલા વધુ ચાર નવા પી.આઈને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને પોલીસિંગમાં નવી ઊર્જા લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અન્ય જિલ્લાઓ કે એકમોમાંથી બદલી થઈને રાજકોટ શહેરમાં આવેલા વધુ 4 પોલીસ ઇન્સ્પેક્ટરોને આજે વિવિધ શાખાઓ અને પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપતા હુકમો જારી કરવામાં આવ્યા છે.
જેમાં અમરેલીથી આવેલા સી.એન.દવેને યુનિવર્સિટી પોલીસ મથકમાં જયારે ડાંગ થી આવેલ પી.જી.ગોંડલીયા અને ગાંધીનગરથી આવેલા એન.બી.ચૌધરીને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે. જયારે ઈંઞઈઅઠમાં સોલંકીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલા આદેશમાં શહેરમાં નવા આવેલા અધિકારીઓને તેમની કાર્યદક્ષતા મુજબ જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં શહેરના મહત્વના ગણાતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અમરેલીથી નવા આવેલા સી.એન.દવેને જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત, શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ અને સુચારુ સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચમાં પી.જી.ગોંડલીયા અને ગાંધીનગરથી આવેલા એન.બી.ચૌધરીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા પર ભાર મુકવામાં આવ્યો છે મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત અને મહિલાઓ સામેના ગુનાઓની તપાસ કરતી ખાસ શાખા ઈંઞઈઅઠ માં પી.આઈ સોલકીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી મહિલાલક્ષી ગુનાઓના ઉકેલ અને તપાસની પ્રક્રિયામાં વધુ ઝડપ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બદલી થઈને આવેલા આ ચારેય પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી જે-તે સ્થાને હાજર થઈ ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી આ બદલીઓ પાછળનો મુખ્ય હેતુ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાનો તેમજ વહીવટી પ્રક્રિયામાં નવી ઊર્જા લાવવાનો છે. ખાસ કરીને સાયબર ક્રાઈમ, ટ્રાફિક અને મહિલા સુરક્ષા જેવી મહત્વની શાખાઓમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ બદલી પામી હાજર થનાર નવા પી.આઈને પોસ્ટીંગ આપશે જેથી પોલીસ બેડામાં હજુ પણ નવા ફેરફારોથી થશે.
