ભીલવાસમાં જૂના ઝઘડામાં સમાધાનનું કહી યુવાનના વાળ પકડી ચાર શખ્સે માર માર્યો

સદર બજારમાં ખાટકીવાસ પાસે રહેતા સદામભાઇ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) સમાધાન કરવા માટે ભીલવાસ મેઇન રોડ પર આવેલ મિસ્ટર ચિકન હોટલ પાસે બોલાવી ઈરફાન, રાહુલસિંહ, અરમાન…

સદર બજારમાં ખાટકીવાસ પાસે રહેતા સદામભાઇ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) સમાધાન કરવા માટે ભીલવાસ મેઇન રોડ પર આવેલ મિસ્ટર ચિકન હોટલ પાસે બોલાવી ઈરફાન, રાહુલસિંહ, અરમાન બાબુ અને બીમ્બો સહિત ચાર શખ્સોએ વાળ પકડી ઢીકા પાટુનો માર મારતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સદ્દામે જણાવ્યું હતું કે,કાલે બપોરના બે વાગ્યા ના આસપાસ હુ મારા ઘરે હોય ત્યારે મને મારાભાઇ સીકંદર ને ફોન આવેલ અને જણાવેલ કે હું ઇરફાન પાસે ઉભેલ છુ અને જુના ઝગડા બાબતે વાત કરવાની છે જેથી તુ ભીલવાસ મેઇન રોડ ઉપર આવેલ મીસ્ટર ચીકન હોટેલ પાસે આવ જેથી હુ હોટલ પાસે પહોચેલ અને ઇરફાને હોટલની અંદર બોલાવેલ જેથી હુ હોટલની અંદર જતા આ ઇરફાને મારા વાળ પકડી લીધેલ અને પછી રાહુલસિંહ અરમાનબાપુ અને બિમ્બા આ બધાયે મારા વાળ પકડી મને નીચે વાળી મને પાછળથી વાસના ભાગે જેમફાવે તેમ ઢીકાપાટુનો માર મારવા લાગેલા ને મને ભુંડીગાળો આપવા લાગ્યા હતા.

જેથી મારાભાઇ સિકંદરે મને તેની પાસેથી છોડાવેલ અને હુ બહાર ભાગવા જતા મને બિમ્બાએ કોઇ વસ્તુ મને મારતા ડાબીબાજુની આંખના સાઈડના ભાગે લાગેલ છે અને હુ જતો હોય ત્યારે મને પાછળથી ઇરફાને કહેલ કે આજ તો તુ બચી ગયો હવે ભેગો થઇશ તો જાન મારી નાખિશ એવી ધમકી આપેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *