હળવદના ચરાડવામાં મોબાઇલમાં મશગુલ પત્નીને પતિએ ઠપકો આપતા કર્યો આપઘાત

હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતા મોબાઈલમાં મશગુલ રહેતા પતિએ ઠપકો આપ્યો હતો પતિના ઠપકાથી માઠું લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા…

હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતા મોબાઈલમાં મશગુલ રહેતા પતિએ ઠપકો આપ્યો હતો પતિના ઠપકાથી માઠું લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના આપઘાતથી માસુમ પુત્રીએ માતાની મમતા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેત મજુરી અર્થે આવેલી લીલાબેન અરતરિયાભાઈ ચંગદ નામની 20 વર્ષની પરિણીતા ગાંધીભાઈની વાડીએ હતી ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં પરિણીતાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે હળવદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક લીલાબેન ચંગદ મૂળ મધ્યપ્રદેશની વતની હતી અને તેણીના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્રી છે લીલાબેન ચંગદ પરિવાર સાથે એક મહિનાથી ચરાડવા ગામે ખેત મજૂરી અર્થે આવી હતી. લીલાબેન મોબાઇલમાં મશગુલ રહેતી હોવાથી પતિએ ઠપકો આપ્યો હતો જે પતિના ઠપકાથી માઠું લાગી આવતા લીલાબેન ચંગદે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *