અમરેલીના ડેડાણમાં બોર્ડની પરીક્ષામાં તૈનાત પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હુમલો

ડેડાણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે કાયદેસરની ફરજ પર તૈનાત પોલીસ કર્મચારી પર હુમલો કરી, તેમની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની…

ડેડાણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે કાયદેસરની ફરજ પર તૈનાત પોલીસ કર્મચારી પર હુમલો કરી, તેમની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ કાલે 1:15 કલાકે ખાંભા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ફારૂૂકભાઇ ગુલાબભાઇ પઠાણ ડેડાણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે પોતાની કાયદેસરની ફરજ પર હાજર હતા. સાગરભાઇ હિંમતભાઇ મકવાણા, હિતેષભાઇ છનાભાઇ ડાભી, અમીતભાઇ મકવાણા, જગદિશભાઇ ભાણાભાઇ મકવાણા નામના વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા. અને પોલીસ કર્મી ફારૂૂકભાઇની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો.

આ શખ્સોએ બોલાચાલી અને ઝપાઝપી કરી, સરકારી કર્મચારીને શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઝપાઝપી દરમિયાન પોલીસ યુનિફોર્મના શર્ટનું બટન પણ તોડી નાખવામાં આવ્યું હતું અને ફારૂૂકભાઇને સામાન્ય ઇજા થઇ હતી. આ સાથે જ જગદિશભાઇ ભાણાભાઇ મકવાણાએ બિભત્સ ગાળો પણ આપી હતી. આ ચારેય શખ્સોએ એકબીજાની મદદગારી કરી પોલીસ કર્મચારીને મારી નાખવાની ધમકી આપી સાથે ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *