પોલીસે 37 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા અકબર કાસમ શેખ નામના 37 વર્ષના શખ્સને પોલીસે રૂૂપિયા 6,250 ની કિંમતની દારૂૂના 25 ચપલા તેમજ રૂૂપિયા 5,600 ની કિંમતની દારૂૂની છ બોટલ સહિત કુલ રૂૂપિયા 11,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અહીંના નરસિંહ ભુવન પાછળ સ્ટેશન રોડ ખાતે રહેતા અફજલ નુરમામદ ભગાડને પોલીસે રૂૂ. 800 ની કિંમતની કિંમતના બિયરના બે ટીન સાથે તેમજ અહીંના ગાયત્રીનગર પોલીસ લાઈન પાસે રહેતા જયરાજસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.વી. 35) ને રૂૂ. 363 ની કિંમતના વિદેશી દારૂૂ સાથે ઝડપી લીધો હતો.
આ પ્રકરણમાં અહીંની શિવમ સોસાયટી ખાતે રહેતો મથુર ભીમશીભાઈ ચંદ્રવાડીયા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. ભાણવડ પોલીસની કાર્યવાહીમાં ભાણવડથી આશરે 18 કિલોમીટર દૂર ધારાગર ગામના પાટીયા પાસેથી મોડી રાત્રિના સમયે જામજોધપુર તાલુકાના મેલાણ ગામના વિપુલ ઉર્ફે રાજુ રામાભાઈ હુણ (ઉ. 23) ને પોલીસે રૂૂપિયા 10,800 ની કિંમતની વિદેશી દારૂૂની 12 બોટલ તથા રૂૂપિયા 15,000 ની કિંમતના મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મેલાણ ગામનો દીપક લાખાભાઈ હુણ નામનો સપ્લાયર શખ્સ સંડોવાયેલો હોવાનો ખુલતા ભાણવડ પોલીસે તેને ફરાર જાહેર કરી, આગળની તપાસ હાથ ધરી છે.
