જામજોધપુરમાં બીમારીથી કંટાળી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

જામજોધપુર ટાઉનમાં વાળંદની વાવ પાસે રહેતી જાગૃતિબેન જયેશભાઈ સવજાણી નામની 48 વર્ષની લોહાણા જ્ઞાતિની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ઘઉં માં નાખવાનો પાવડર પી લઈ આત્મહત્યાનો…

જામજોધપુર ટાઉનમાં વાળંદની વાવ પાસે રહેતી જાગૃતિબેન જયેશભાઈ સવજાણી નામની 48 વર્ષની લોહાણા જ્ઞાતિની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ઘઉં માં નાખવાનો પાવડર પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેણી નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ જયેશ રમણીકભાઈ સજાણીએ પોલીસ ને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે કંડોરીયા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને જાગૃતિબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકવમહિલા ને છેલ્લા કેટલાક સમયથી સાંધાના દુખાવાની બીમારી પીડાતી હતી, અને તેણીની દવા પણ ચાલતી હતી. પરંતુ તેનાથી કોઈ ફેર નહીં પડતાં બીમારીથી કંટાળી જઇ તેણીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *