ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પવનચક્કી અને સૂર્યઉર્જા ના પ્લાન સ્થાપવવા ની સાથેસાથે સંઘર્ષ ના બીજપણ રોપાયા છે. આ ઉદ્યોગને લઈ અહીં જે બાહુબલીઓછે,જેનીપાસે કોઈને કોઈ સત્તાછે તેવા મોટાભાગના તમામને નોટોની થોકડીઓ જગવામા નાખવાની લાળ ટપકીરહી છે.આથી અહીં મારામારી, કાનૂની વિવાદ થતા રહેતા હતા.અહીંના લોકોમાં દહેશત હતીકે પવનચક્કી ઉદ્યોગ ને લઈ ખૂનીખેલ પણ ખેલાઈશકે છે એ બાબતપણ હાલ છેલ્લા આઠ દિવસ થી હુમલાના કારણે સારવાર લઈ રહેલા શેળાવદર ગામના રહીશ ના નિપજેલ મોતને લઈસામે આવીરહ્યું છે.દાઠા પોલીસે હત્યાની કલમ ઉમેરીછે અને આવતીકાલે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે.જોકે હજુ મોતનું સાચું કારણ પી.એમ નોટ આવ્યાબાદ જ ખબર પડશે.6 પૈકીના બે આરોપીમા એક તળાજા તા.પં. ના પૂર્વ પ્રમુખ ના પુત્ર છે.બીજા પાદરી(ભં) ગામના સરપંચ છે.
કોઝ ઓફ ધ ડેથ રિપોર્ટ આવ્યા પહેલાજ હુમલાના બનાવને લઈ ઘાયલ થયેલ વ્યક્તિનું આઠ દિવસની સારવાર દરમિયાન મોતથતા દાઠા પોલીસે હત્યાની કલમનો ઉમેરોકર્યા ના બનાવની મળતી વિગતો મુજબ તળાજાના શેળાવદર ગામના રહીશ રમેશભાઈ ધનાભાઈ જાદવ ઉ.વ.આ.50ને ગંભીરઇજાઓ સાથે ગત.તા.27/6ના રોજ તળાજાની સરકારી હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યાહતા.અહીં તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ જોઈતી સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોય રીફર કરવામાં આવ્યા હતા.
બનાવના પગલે દાઠા પોલીસે હુમલો કરવો અને કરાવવાના મામલે ઇજાગ્રસ્ત રમેશભાઈ જાદવની ફરિયાદ પરથી આરોપી તરીકે પાદરી(ભં) ગામના સરપંચ ગીગાભાઈ કથડભાઈ ભમ્મર,ધનભાઈ ભીખાભાઇ કામળિયા,રામભાઈ પાતાભાઈ ભમ્મર રે.મોટાઘાણા,રામભાઈ માણસુરભાઈ કાગ રે.સાલોલી તા.મહુવા,ગુલાબસિંહ જીણકુભા સરવૈયા રે.શેળાવદર,તળાજા તા.પં.ના પૂર્વ પ્રમુખના પુત્ર રામભાઈ ગીગાભાઈ ભમ્મર રે.પાદરી વાળા વિરુદ્ધ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધીપોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યાહતા. ફરિયાદી એ આરોપ લગાવ્યો હતોકે ગામની નદીમાં કે.પી.એનર્જી વાળા બોર પાડવામાટે આવ્યા તેનેના પાડવાજતા હુમલાનો બનાવ બન્યોહતો. આરોપીને જયારે રિ-કંટ્ર્કશન માટે લાવવામાં આવ્યા ત્યારે અહીંની મહિલાઓ રોષેભરાઈ હતી. આરોપીઓને પોતાને હવાલે કરવામાગ કરાઈ હતી.
હુમલાને લઈ થયેલ ઇજાના કારણે સારવાર લઈ રહેલા રમેશભાઈ ધનાભાઈ જાદવનું વહેલી સવારે મોતથયું હતું. જેને લઈ ઇન્વેસ્ટિગેશન કરતા દાઠા પો.ઇ રેવર એ જણાવ્યું હતુ કે બનાવને લઈ હત્યાની કલમનો ઉમેરો કરીશું.આ બાબતે કોર્ટમા પણ કાર્યવાહી કરીશું.તેઓએ ઉમેર્યુંહતુંકે મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલ પી.એમ કરાવેલ છે. પી.એમ નોટમા મોતનું સાચું કારણ બહાર આવશે. હુમલાનો ભોગ બનેલા રમેશભાઈ જાદવ છેલ્લા આઠ દિવસથી સારવાર હેઠળ હતા.
તેઓને તીક્ષ્ણ હથિયારના નઝરે દેખાય તેવા ગંભીર ઘા ન હતા.તેઓ સારવાર દરમ્યાન જ મૃત્યુ પામતાં ઇજાઓ અને સારવાર દરમિયાન મોતને લઈ હત્યાની કલમનો ઉમેરો કરાયો છે. મૃત્યુ પામનાર રમેશભાઈ જાદવને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા તે સમયે તેઓએ મીડિયા બાઈટ આપતા હુમલો કરનાર ત્રણ વ્યક્તિ હોવાનું જણાવ્યું હતુ.પોલીસ ફરિયાદ પણ સ્વંય રમેશભાઈ એજ નોંધાવીછે.જેમાં ઋઈંછ 6 વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો દાખલ થયેલછે.
