જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બે સાથે ઓસ્ટ્રેલિયન વિઝાના નામે 75 લાખની ઠગાઇ

ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 2 સાથે 75.36 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલા…

ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 2 સાથે 75.36 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલા સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયાની ફરિયાદ અનુસાર જાન્યુઆરી 2023માં તેના પુત્ર સોહીલ (બી.ઈ. એન્જિનિયર) અને તેના મિત્ર હરેશભાઈ સાકરીયાના પુત્ર વિશ્વજીતને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલવા માટે વિઝા પ્રક્રિયા શરૂૂ કરી હતી.

આ માટે અજયસિંહ વાઘેલાએ પોતાની અમદાવાદ ખાતેની ઓફિસે તેઓને બોલાવ્યા હતા અને એડમિશન, વિઝા ફી, ટિકિટ તથા લીગલ ફંડના નામે રાકેશભાઈ પાસેથી રૂૂપિયા 21,29,750 અને હરેશભાઈ પાસેથી રૂૂપિયા 70,43,252 મળી કુલ રૂૂપિયા 91,73,002 પડાવ્યા હતા.

લાંબો સમય વિત્યા છતાં વિઝા કે એડમિશન ન મળતાં તપાસ કરતા શખ્સ વાયદાઓ કરવા લાગ્યો હતો. દરમિયાન ઉઘરાણી કરતા શખ્સે રાકેશભાઈને રૂૂપિયા 11.28 લાખ અને હરેશભાઈને રૂૂપિયા 5,08,957 પરત કર્યા હતા. પરંતુ બાકી નીકળતા રાકેશભાઈના રૂૂપિયા 10,01,750 અને હરેશ ભાઈના રૂૂપિયા 65,34,295 મળી કુલ રૂૂપિયા 75,36,045 પરત ન આપી ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. વિઝા ન થતાં રાકેશભાઈ અને હરેશભાઇએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. આરોપીએ શરૂૂઆતમાં નાણાં પરત આપવાના વાયદા કર્યા હતા અને આંશિક રકમ પરત આપી હતી. પરંતુ બાદમાં બાકી નીકળતાપરત આપવાને બદલે ફોન બંધ કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *