ભાવનગર જિલ્લા ના તળાજા ની ભાગોળે થી નેશનલ હાઇવે પસાર થાય છે.આ હાઇવે પર ના સર્વિસરોડ પર અવાર નવાર વિલાયતી દારૂૂ ની બોટલો ફેંકી દીધેલ જોવા મળે છે.પરંતુ ગઈકાલ રાત્રે હજારો વાહનો પસાર થાય છે તેવા નેશનલ હાઇવે પર દારૂૂની બોટલો ફેંકી ને હજારો વાહન ચાલકો ને પીડા આપવાનું કૃત્ય કરતા જાણકાર સુત્રોમા દારૂૂડિયાઓ બેફામ બન્યા હોવાની બાબતે ચકચાર મચાવી છે.
નેશનલ હાઇવે પરના તળાજા મા પ્રવેશવાના સર્વિસ રોડપર સાંજ ઢળ્યાબાદ ખુલ્લામાં દારૂૂ ની મહેફિલ માનતા ઈસમો જોવા મળે છે. પોલીસનો કોઇ જ ખૌફ ન હોય અથવા તો પોલીસ ને પડકરતા હોય તેમ ગઈકાલે દારૂૂડિયાઓ એ હદ વટાવી દીધી હતી.દારૂૂની ખાલી બોટલો નેશનલ હાઇવે પર ફેંકી ને ફોડવામાં આવી હતી.જેના કારણે અહીંથી પસાર થતા ખાસ કરીને ટુ અને ફોર વહીલ વાહન ચાલકો જે પુરપાટ દોડતા હોય તેઓને આચનકજ રોડપર પડેલા કાચ અને બોટલો પરથી પસાર થવું પડ્યુંહતુ જેના કારણે વહીલ મા અચાનક કાચ ના ટુકડાઓ બેસીજાય તેવી પીડા દાયક સ્થિતિ નું દારૂૂડિયાઓ ઈસમો એ નિર્માણ કર્યું હતું.
એક સમયે અહીં પોલીસ અધિકારી ના ડર થી બુલેટ ના અવાજ ધીમાથઈ ગયા હતા.ધૂમ સ્ટાઇલ બાઇક ચાલકો કાબુમાં આવી ગયા હતા.હવે રસ્તા પર ફરી બેકાબુ થઈ ગયાહતા.કેટલાક ઈસમો બુલેટ ફૂલ સ્પીડે ચલાવી ને રાહદારીઓ મા ભય ફેલાવી રહ્યા છે.બુલેટના અવાજ સાથે સાયલેન્સર દ્વારા ફટાકડા ફોડતા નઝરે ચડે છે.
ઉલ્લેખનીય છેકે તળાજા મા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હતી.જેને લઈ અહીં ફરીથી મિલ્કત ના ભાવ વધવા લાગ્યા હતા.ફરી આવારા લુખ્ખા તત્વો માથું ન ઊંચકે તે માટે તળાજા પોલીસે કાયદા મા રહેશો તો ફાયદામા રહેશો નું સૂત્ર અહીં સાર્થક કરી બતાવવું પડશે.
(તસ્વીર : વિપુલ હિરાણી)
