કેશોદમાં રહેતા અને ત્યાં જ કમ્પ્યુટરની સંસ્થા ચલાવનાર બીપીનભાઈ જયંતીલાલ પંડ્યા (ઉ.વ.54) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જસદણના અક્ષર ઉર્ફે અક્ષય લાલજીભાઈ છાયાણી અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે આવેલ જે.એમ. ફાઇનાન્સિયલ લી.ના જવાબદાર કર્મચારી તથા એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.બીપીનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી રાજવી વડોદરામાં ગેમ એન્ડ ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી જેથી તે વડોદરા અવરજવર કરતા હતા. વડોદરામાં અશ્વિનભાઈની રેસ્ટોરન્ટે જતા ત્યારે અક્ષરની મુલાકાત થઈ હતી. ત્યાર પછી તેની સાથે મળી ભાગીદારીમાં એક બંગલો લઈ પીજી શરૂૂ કર્યું હતું. 2025 માં ભાગીદારી છૂટી કરી નાખી હતી.
ભાગીદારી છૂટી કર્યાના થોડા દિવસો બાદ રાજકોટની જે.એમ. ફાઇનાન્સમાંથી અક્ષર હપ્તો ચૂકી ગયાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે ફરિયાદી અક્ષરને પૂછતા તેણે કહ્યું હતું કે, ખાલી ઓળખાણમાં નામ આપ્યું છે એટલું જ નહીં હવે પછી નામ નીકળી જશે તેમ પણ કહ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ ફરિયાદીને સતત મેસેજ આવતા રહ્યા હતા.બાદમાં ફરિયાદીએ અમદાવાદ સ્થિત ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચમાં તપાસ કરતા અક્ષર ઉર્ફે અક્ષય લાલજીભાઈ છાયાણી, લાલજીભાઈએ તથા હંસાબેન છાયાણીએ પોતે લીધેલ લોનમાં ટોપઅપ લોન કરાવવા ગેરેન્ટર તરીકે ફરિયાદીની ખોટી સહીઓ વાળા તારીખ 2/8/2025 ના ડોક્યુમેન્ટ ફરિયાદીની જાણ બહાર જે.એમ. ફાઇનાન્સિયલની ઓફીસ અયોધ્યા સર્કલ ખાતે રજુ કર્યાનું માલુમ પડ્યું હતું ફરિયાદીએ બાદમાં રાજકોટમાં અયોધ્યા સર્કલ પાસે વિરલ હાઇટ્સમાં આવેલી જે એમ ફાઇનાન્સની ઓફિસે જઈ તપાસ કરતા રૂૂપિયા 12.90 લાખ અને રૂૂપિયા 12.10 લાખ મળી 25 લાખની લોન અક્ષરે આ ડોક્યુમેન્ટના આધારે લઈ લીધી હોવાનું માલુમ પડ્યું હતું.આમ આરોપી અક્ષર ઉર્ફે અક્ષયે અગાઉ વડોદરા ખાતે ફરિયાદી સાથે કરેલા ભાગીદારી કરાર રદ કરી નાખ્યો હોવા છતાં તેમની જાણ બહાર રાજકોટ સ્થિત જે.એમ. ફાઇનાન્સ માંથી લોન લીધી હોય જેમાં ફરિયાદીની જાણ બહાર તેમને ગ્રરેન્ટર તરીકે રાખ્યા હોય અને તમામ ડોક્યુમેન્ટોમાં ફરિયાદીની ખોટી સહી કરી રજૂ કર્યા હોય જેથી આ અંગે ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
