Sports
91 વર્ષમાં પ્રથમ વખત એક પણ બોલ ફેંકાયા વગર ટેસ્ટ મેચ રદ
અફઘાન V/S ન્યૂઝીલેન્ડ મેચ નોઈડા ખાતે રમવાનો હતો પણ ભીનું મેદાન સુકાયું જ નહીં
અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ઑફ ટેસ્ટ મેચ સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ કરવામાં આવી હતી અને ભારે વરસાદ અને ભીના મેદાનને કારણે બંને કેપ્ટન ટોસ માટે ફિલ્ડ પણ લઈ શક્યા ન હતા. આ સાથે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર 8મી ઘટના છે જ્યારે કોઈ બોલ ફેંક્યા વિના ટેસ્ટ મેચ રદ થઈ હોય. 21મી સદીમાં આવું પહેલીવાર બન્યું છે. આ સાથે અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ રદ્દ થવાને કારણે વધુ એક રેકોર્ડ પણ સર્જાયો હતો. ટેસ્ટ ક્રિકેટના 91 વર્ષના ઈતિહાસમાં, આ ટેસ્ટ એશિયાની પ્રથમ મેચ બની છે જે એકપણ બોલ ફેંક્યા વિના છોડી દેવામાં આવી છે. હા, અત્યાર સુધી રદ કરાયેલી 7 ટેસ્ટ એશિયાની બહારની હતી.
એકપણ બોલ ફેંક્યા વિના રદ થયેલી મેચોની યાદીમાં ન્યૂઝીલેન્ડની આ સતત બીજી મેચ છે. અફઘાનિસ્તાન પહેલા કિવી ટીમે 1998માં ભારત સામે ડ્રેસિંગ રૂૂમમાં 5 દિવસ વિતાવ્યા હતા.
આ અગાઉ ટેસ્ટ નંબર: 34 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ટેસ્ટ નંબર 34ફ એ પ્રથમ મેચ હતી જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ મેચનો ટોસ પણ થયો ન હતો. ટેસ્ટ નંબર: 264 ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ટેસ્ટ નંબર 264ફ પણ વરસાદને કારણે રદ્દ થઈ ગયો. ત્યાં કોઈ ટોસ ન હતો. ટેસ્ટ નંબર: 675 ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ટેસ્ટ નંબર 675ફ દરમિયાન, ખેલાડીઓ મેદાનમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂૂ થયો હતો. એમસીસી મેનેજર, ઓસ્ટ્રેલિયન બોર્ડ અને એમસીસીના 2 અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ અને એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું કે મર્યાદિત ઓવરોની મેચ રમવી જોઈએ અને ત્યારપછી આ મેચને પ્રથમ વનડે ગણવામાં આવી.
ટેસ્ટ નંબર: 1113 ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાન, કેરિસબ્રુક, ડ્યુનેડિન ટેસ્ટ નંબર 1113ફ માં, ભારે વરસાદને કારણે 3 ફેબ્રુઆરી 1989ના રોજ મેચ રદ કરવામાં આવી હતી. ઉપરાંત, એવું આયોજન કરવામાં આવ્યું હતું કે 6 ફેબ્રુઆરી 1989ના રોજ એક ઓડીઆઈ મેચ રમાશે અને આ ઓડીઆઈ નિર્ધારિત પ્રમાણે રમાઈ હતી. ટેસ્ટ નંબર: 1140 ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બોર્ડેક્સ, જ્યોર્જટાઉન, ગયાના ટેસ્ટ નંબર 1140ફ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. આ મેચના 5માં દિવસે એક ઘઉઈં મેચ રમાઈ હતી. ટેસ્ટ નંબર: 1434 પાકિસ્તાન વિ ઝિમ્બાબ્વે, ઈકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદ પાકિસ્તાન વિ ઝિમ્બાબ્વે ટેસ્ટ ટોસ વિના રદ્દ કરવામાં આવી હતી. ટેસ્ટ નંબર: 1434 ન્યુઝીલેન્ડ વિ ભારત, કેરીસબ્રુક, ડ્યુનેડિન ટેસ્ટ નંબર 1434ઇ ત્રીજા દિવસે રદ કરવામાં આવ્યો હતો. ચોથા દિવસે બિનસત્તાવાર વન-ડે મેચ રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેસ્ટ નંબર: 2549- અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, ગ્રેટર નોઈડા ટેસ્ટ નંબર 2549 વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં પણ ટોસ થયો ન હતો.
Sports
ગૌતમ ગંભીરને વાત કરતા નથી આવડતું
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરની પ્રેસ કોન્ફરન્સ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે પ્રેસ કોન્ફરન્સ બાદ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવ્યા હતા.
ગૌતમ ગંભીરને આ પ્રકારની ડ્યુટીમાંથી અલગ રાખવો એ બીસીસીઆઈ માટે એક સમજદારીભર્યો નિર્ણય હશે. તેમને પડદા પાછળ જ કામ કરવા દો. તેમની પાસે ના યોગ્ય શબ્દો છે, ના વાત કરવાની આવડત. એમના બદલે રોહિત અને અગરકરને આ કામ સોંપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે હેડ કોચ ગૌતમ ગંભીર અત્યારે સવાલોના ઘેરામાં છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે મેચ હાર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ તેમના માટે ખૂબ મહત્વનો છે. આવી સ્થિતિમાં આ ટ્વીટથી વિવાદ વધી શકે છે. સંજય માંજરેકરે આ પહેલા પણ રવીન્દ્ર જાડેજા ઉપર પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.
Sports
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, પ્રથમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 4-0થી હરાવ્યું
સંગીતા કુમારીના શાનદાર બે ગોલ, બીજો મેચ દક્ષિણ કોરિયા સામે
બિહારના રાજગીરમાં સોમવારે બિહાર મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2024ના પ્રથમ દિવસે સંગીતા કુમારીએ બે ગોલ કરીને ભારતને મલેશિયા સામે 4-0થી જીત અપાવી હતી. પ્રીતિ દુબે અને ઉદિતા દુહાનનું પણ સ્કોરશીટમાં નામ છે અને તે બધાના પ્રયાસોથી ભારતે મલેશિયા સામેની ખૂબ જ નબળી કસોટી આસાનીથી પાસ કરી હતી. ભારત તરફથી સંગીતા કુમારીએ આઠમી અને 55મી મિનિટે, પ્રીતિ દુબેએ 43મી મિનિટે અને ઉદિતાએ 44મી મિનિટે ગોલ કર્યા હતા.
જો કે, કોચ હરેન્દ્ર સિંહ કેટલીક આક્રમક રમત અને પેનલ્ટી કોર્નરથી ગોલ કરવાના ભારતના પ્રયાસોથી નિરાશ થશે, કારણ કે ભારતે 15 પેનલ્ટી કોર્નર તકોમાંથી માત્ર ત્રણ જ તકો બદલી. ભારતીય મહિલા હોકી ટીમ માટે સંગીતા કુમારીએ મેચનો પ્રથમ ગોલ કર્યો હતો. ભારતે રમતના પ્રથમ ક્વાર્ટરમાં 1-0ની સરસાઈ મેળવી હતી. મેચનો બીજો ક્વાર્ટર ગોલ રહિત રહ્યો હતો.
વિશ્વ રેન્કિંગમાં 9મા સ્થાને રહેલી ભારતીય મહિલા હોકી ટીમે મેચના ત્રીજા ક્વાર્ટરમાં કોઈ કસર છોડી ન હતી. ભારત તરફથી સતત બે ગોલએ મલેશિયાની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. પ્રથમ, પ્રીતિ દુબેએ પેનલ્ટી કોર્નરને ક્ધવર્ટ કરીને ભારતને બીજી સફળતા અપાવી, જ્યારે આ પછી ઉદિતાએ પણ બીજી પેનલ્ટી તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કરીને ભારતને મેચમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.
રમતના ત્રીજા ક્વાર્ટરમાં મલેશિયાની ટીમ સંપૂર્ણ દબાણમાં જોવા મળી હતી. તેણે ગોલ કરવાની તકો પણ બનાવી હતી, પરંતુ ભારતીય ડિફેન્ડર્સ સામે ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. મેચનો છેલ્લો ક્વાર્ટર પણ ભારતના નામે રહ્યો હતો, જ્યાં ભારતીય ખેલાડી સંગીતા કુમારીએ આ મેચનો પોતાનો બીજો ગોલ કર્યો હતો. ભારત માટે આ ગોલ ફિલ્ડ ગોલ દ્વારા થયો હતો અને આ સાથે ભારતે 4-0ના સ્કોર સાથે એકતરફી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતને ત્રણ પોઈન્ટનો ફાયદો થયો છે અને તે પોઈન્ટ ટેબલ પર ચીન પછી બીજા ક્રમે છે. ભારતીય મહિલા હોકી ટીમ તેની આગામી મેચ મંગળવારે દક્ષિણ કોરિયા સામે રમશે.
Sports
ICC ટ્રોફીમાં પાકિસ્તાન નહીં જવાના ભારતના નિર્ણય સામે પાક.માં હંગામો
ભારત વિના રમી લેવા પૂર્વ પાક. ક્રિકેટરોની શેખી
જેમ જેમ ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, તેમ તેમ ભારતના પાકિસ્તાન પ્રવાસને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. ઇઈઈઈંએ સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. તેણે આ અંગે ઈંઈઈને જાણ કરી છે અને ઈંઈઈએ પાકિસ્તાન ક્રિકેટને ઊ-ખફશહ કર્યો છે. હવે ઇઈઈઈંના આ નિર્ણયથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો ખૂબ નારાજ છે. ઙઈઇના અધ્યક્ષ મોહસિન નકવીએ રવિવારે કહ્યું કે, ઈંઈઈએ તેમને જાણ કરી છે કે, ઇઈઈઈંએ ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ હંમેશા ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે અને આ વખતે પણ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ)ને ભારતની મેચોનો બહિષ્કાર કરવા હાકલ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. કેટલાક લોકો માને છે કે, પાકિસ્તાન માટે ભારત સાથે રમવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ઘણો ફાયદો થાય છે. જો કે, મિયાંદાદ માને છે કે, પાકિસ્તાન ભારત વિના પણ સારું પ્રદર્શન કરી શકે છે અને ઈંઈઈ ઇવેન્ટ્સ ભારત-પાકિસ્તાન મેચ વિના પણ યોજી શકાય છે.
મીડિયા સૂત્રો અનુસાર મિયાંદાદે કહ્યું કે, પતે એક મજાક છે કે આવું થઈ રહ્યું છે. જો આપણે ભારતની સાથે બિલકુલ નહીં રમીએ, તો પણ પાકિસ્તાન ક્રિકેટ ન માત્ર ટકી શકશે પણ સમૃદ્ધ પણ થશે, જેમ કે આપણે ભૂતકાળમાં એવું કરી બતાવ્યું છે, હું જોવા માંગુ છું જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ મેચ ન હોય ત્યારે ઈંઈઈ ટૂર્નામેન્ટ કેવી રીતે કમાણી કરે છે.
છેલ્લા 15 દિવસમાં, ઘણા અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઞઅઊ અથવા શ્રીલંકામાં ભારતની મેચો આયોજિત કરવા માટે હાઇબ્રિડ મોડલને સ્વીકારવામાં આવશે. આવા મોડલને ઈંઈઈ તરફથી મંજૂરી મળશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. છેલ્લી વખત આવું 2023માં થયું હતું, જ્યારે પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપનું હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું હતું અને ભારતની મેચો શ્રીલંકામાં રમાઈ હતી.
બીજી તરફ પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકનું કહેવું છે કે, પાકિસ્તાનની આ ક્ષણ ભારતના જિદ્દી વલણથી બગડવી જોઈએ નહીં. 2008ના એશિયા કપ પછીથી ભારત ક્રિકેટ રમવા પાકિસ્તાન ગયું નથી
-
ધાર્મિક18 hours ago
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
-
ગુજરાત18 hours ago
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
-
ક્રાઇમ11 hours ago
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
-
ગુજરાત12 hours ago
ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
-
ક્રાઇમ12 hours ago
Ph.Dના ફી વધારા સામે કુલપતિના ટેબલ પર નકલી નોટો ફેંકાઇ
-
ગુજરાત12 hours ago
સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
-
ગુજરાત11 hours ago
આધેડનો કમળપૂજાનો પ્રયાસ
-
ગુજરાત12 hours ago
1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી