નેપાળમાં પૂરથી બિહારના ગંડક બેરેજમાંથી પાણી છોડાતા ગામો ડૂબ્યા

બુધવારે નેપાળના રાસુવા જિલ્લામાં આવેલા પૂર બાદ, સવારથી બિહારના ગંડક બેરેજમાંથી ચાર વખત પાણી છોડવામાં આવ્યું છે. મધ્યરાત્રિ સુધીમાં, નેપાળ બાજુથી આશરે 1.5 લાખ (150,000)…

બુધવારે નેપાળના રાસુવા જિલ્લામાં આવેલા પૂર બાદ, સવારથી બિહારના ગંડક બેરેજમાંથી ચાર વખત પાણી છોડવામાં આવ્યું છે. મધ્યરાત્રિ સુધીમાં, નેપાળ બાજુથી આશરે 1.5 લાખ (150,000) ક્યુસેક – પ્રતિ સેક્ધડ ક્યુબિક ફૂટ – પાણી છોડવામાં આવ્યું હતું. બગાહામાં ગંડક બેરેજના તમામ 36 દરવાજા ખોલવામાં આવ્યા છે. આનો અર્થ એ કે દર સેક્ધડે બેરેજમાંથી 7.93 મિલિયન લિટર પાણી વહી રહ્યું છે. નેપાળમાં થયેલા વિનાશનો કાટમાળ ગંડક બેરેજ પર પણ દેખાય છે; ભેંસો, રેફ્રિજરેટર અને ઘરવખરીની વસ્તુઓ પાણીની સાથે ધોવાઈ રહી છે. ’ક્યુસેક’ પાણીના પ્રવાહ દરનું એકમ છે, પાણીના જથ્થાનું નહીં. 1 ક્યુસેક એટલે પ્રતિ સેક્ધડ 1 ઘન ફૂટ પાણી વહે છે. એક ઘન ફૂટ પાણી આશરે 28.32 લિટર છે.

કેન્દ્રીય જળ આયોગ અનુસાર, આ પૂરને પગલે ગંડક નદીમાં 3 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, અને અચાનક પૂરનું જોખમ પણ છે. બિહારના આઠ જિલ્લાઓ માટે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહર.

નેપાળથી આવતા પાણીને સમાવવા માટે ગંડક બેરેજ પર જગ્યા બનાવવામાં આવી રહી છે. બેરેજ સાથે જોડાયેલી અનેક નહેરો પણ ખાલી કરવામાં આવી છે. તેમજ ગંડક નદીના કિનારે રહેતા લોકોને ઉંચી જમીન પર ખસેડવામાં આવી રહ્યા છે. પૂરથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ગુરુવારે ગંડક બેરેજનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે બેરેજ સ્થળની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, જોકે ભય હજુ ટળ્યો નથી. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી સાથે ગંડક નદીનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.

દરમિયાન વૈશાલીમાં 400 ઘરો ડૂબી ગયા; રાઘોપુરમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. રાઘોપુર બ્લોકના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફેલાઈ ગયા છે, મુંગેરમાં 100 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું: ગંગાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં 100 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે.

ખાગરિયામાં 50,000 થી વધુ ઘરો ડૂબી ગયા: ખાગરિયામાં, ગંગા અને બુર્હી ગંડક નદીઓનું પાણીનું સ્તર ભયના નિશાનથી આશરે 80 સેન્ટિમીટર ઉપર નોંધાયું છે. કોસી અને બાગમતી નદીઓ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *