રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની
ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે. જેમાં ગોંડલમાં રહેતાં પરિવારની પાંચ વર્ષની બાળકીનું તાવ અને આંચકીની બિમારી સબબ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર વિસ્તારમાં રહેતાં પરિવારના દિવ્યેશ અશોકભાઈ સોલંકી નામના પાંચ વર્ષના બાળકનું તાવ અને આંચકીની બિમારી સબબ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક દિવ્યેશ સોલંકીનો પરિવાર મજુરી કામ કરે છે અને દિવ્યેશ સોલંકી માતા પિતાનો આધાર સ્થંભ અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો. માસુમ બાળકનું તાવ અને આંચકીની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
