રામ પ્રત્યેની શ્રધ્ધા સાથે ખીલવાડ થયો છે, ખાવુ નથી ભાવતું-ઉંઘ નથી આવતી, કરોડો લોકોની શ્રધ્ધાની હત્યા કરાઇ: વીએચપીના સ્થાપના દિવસે પ્રવિણ તોગડિયાએ દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી
અયોધ્યા રામમંદિરમાં દાન ચોરીનો મામલો 7 જૂન, 2026એ સામે આવ્યો ત્યારથી કરોડો હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં 25 જૂને મંદિર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પર નોંધાયેલી પ્રથમ FIR પછી ટિન્નુ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
હવે આ મામલે પ્રવિણ તોગડિયા મેદાને ઉતર્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપનાના કાર્યક્રમમાં આક્રોશિત થઈને કહ્યું કે આ રામ પ્રત્યેની શ્રદ્ધાનો ખિલવાડ થયો છે. ખાવુ નથી ભાવતું, ઊંઘ નથી આવતી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુનેગારોને મૃત્યુદંડની સજા કરો. આ પૈસાની વાત નથી, કરોડો લોકોની શ્રદ્ધાની હત્યા થઈ છે.
ડો. તોગડિયા અમદાવાદમાં 24 જૂન, 2026ની રાત્રે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપનાના કાર્યક્રમમાં ડો. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે રામમંદિર પ્રત્યે અતિ અસીમ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાના કારણે 40 વર્ષોમાં લાખો હિન્દુ રામમંદિરના આંદોલનમાં અમારા એલાન પર અયોધ્યાએ જોડાતા રહ્યા. બલિદાન આપતા રહ્યા અને પ્રાણ પણ દીધા. અને જ્યારે અમે જૂનું સંગઠન છોડીને નીકળી ગયા, ત્યારે પણ હિન્દુ સમાજ અમારી સાથે આવ્યો.
તેમણે વસવસા સાથે જણાવ્યું હતું કે ‘ભગવાનની ચોરીનો એક જ દંડ છે મૃત્યુદંડ’ હૈં ભગવાન આ શું થયું? હું એક જ પ્રાર્થના કરું છું, કે ચઢાવાની ચોરીમાં જે જોડાયેલા છે, બધાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને મૃત્યુદંડ આપવામાં આવે. આ પૈસાની વાત નથી, કરોડો લોકોની શ્રદ્ધાની હત્યા છે અને ભગવાનની ચોરીનો એક જ દંડ છે મૃત્યુદંડ. હિન્દુઓની પુન: શ્રદ્ધા પ્રસ્થાપિત કરો. અમે તો 10 વર્ષ પહેલા એ બધાને છોડીને નીકળી ગયા છીએ જે આજે રામમંદિરની વ્યવસ્થામાં છે. એટલે શું થયું, કોણ ક્યાં, અમને ખબર નથી. ભગવાન જ આ હિસાબ લેશે. પરંતુ પૃથ્વી પર જે હિસાબ લેવા માટે જવાબદાર છે, તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને, બધાને બે મહિનામાં મૃત્યુદંડ આપીને આ કરોડો હિન્દુઓની 500 વર્ષની આસ્થાના યજ્ઞને આગળ શ્રદ્ધામાં લઈ જવાનો પ્રયાસ કરે.
રામમંદિરમાં દાનચોરીનો મામલો 7 જૂને સામે આવ્યો અયોધ્યા રામમંદિરમાં દાન ચોરીનો મામલો 7 જૂન, 2026એ સામે આવ્યો હતો. યુપી સરકારે 13 જૂને SIT બનાવી. SIT એ 23 જૂને એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) સંજય પ્રસાદને પ્રારંભિક રિપોર્ટ સોંપ્યો. 25 જૂને ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પર પહેલી FIR નોંધાઈ. આમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત 8ને નામજદ કરવામાં આવ્યા. આ દરમિયાન, શુક્રવારે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે.
