વહેલી સવારે ગોઝારો અકસ્માત, દિયોદરથી દ્વારકા જતા પદયાત્રીઓ ઉપર રસ્તામાં કાળ ત્રાટક્યો
મોરબી જિલ્લાના માળીયા મિયાણા નજીક પીપળીયા હાઇવે ઉપર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ બનેલો ટ્રક ટ્રેક્ટરને અડફેટે લઇ પદયાત્રી સંઘ ઉપર ફળી વળ્યા બાદ રોડ નીચે પલટી ખાઇ જતા 4 પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે અન્ય એકને ગંભીર ઇજા થવા પામી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રોડ ઉપર મૃતદેહો વિખરાયેલા નજરે પડ્યા હતા.
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ છે. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી અને આગળ જઇને ટ્રક રોડ નીચે પલટી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ ચાર પદયાત્રીઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકોમાં બે યુવાનો અને બે આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે
મૃતકોમાં ચૌધરી દિલીપભાઈ રાયભાઈ: ઉંમર 28 વર્ષ, રહે. અધગામ (દિયોદર), ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ: ઉંમર 28 વર્ષ, રહે. અધગામ (દિયોદર), ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ: ઉંમર 65 વર્ષ, રહે. નયા દિયોદર (બનાસકાંઠા), ચૌધરી અમજાભાઈ લાલાભાઈ: ઉંમર 62 વર્ષ, રહે. નાના દિયોદર (બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે પાંચ પદયાત્રીઓને કચડી નાખ્યા હતા.
