રોહિદાસપરાના યુવાને બિમારીથી કંટાળી ફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજારામ સોસાયટીમાં વૃધ્ધાએ ડેલામાં લટકી જીવન ટૂંકાવ્યુ શહેરમા કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરામા રહેતા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકનાં…

રાજારામ સોસાયટીમાં વૃધ્ધાએ ડેલામાં લટકી જીવન ટૂંકાવ્યુ

શહેરમા કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરામા રહેતા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકનાં મોતથી પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર રોહીદાસપરા મેઇન રોડ પર રહેતા દિનેશ મનજીભાઇ પરમાર (ઉ.વ. 3પ) એ માનસીક બીમારીથી કંટાળી લોખંડની આડીમા ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકનાં મોતથી પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો પ્રાથમીક તપાસમા મૃતક યુવાન એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો. અને અપરીણીત હતો. છેલ્લા 6 વર્ષથી માનસીક બીમારીમા સપડાતા પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમા સંતકબીર રોડ પર આવેલ રાજા રામ સોસાયટીમા રહેતા કુંવરબેન રામસીંગભાઇ સોલંકી નામનાં 90 વર્ષનાં વૃધ્ધા પોતાનાં ઘરે હતા. ત્યારે કોઇ અગમ્ય કારણસર ડેલામા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *