શહેરમાં કાલાવડ રોડ હોટલનુ કામ પતાવી ઘરે જઇ રહેલા ત્રિપલ સવારી બાઇકને પાંચ શખ્સોએ આંતરી જુની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર છરી – ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સરીતા વિહાર પાસે રહેતો ગૌરવ શેરબહાદુર શાહુ નામનો ર0 વર્ષનો યુવાન રાત્રીના બે વાગ્યાના અરસામાં કાલાવડ રોડ પર કાઠીયાવાડી જલસા હોટલ પાસે હતો ત્યારે રજની નેપાળી સહીતના શખ્સોએ ધોકા – પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઇજાગ્રસ્ત ગૌરવ શાહુ હોટલમાં કુક તરીકે કામ કરે છે અને રાત્રીના કામ પતાવી તેના ભાઇ વિશાલના બાઇક પર બેસી જઇ રહયો હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી રાજન છેત્રી અને ગોપાલ છેત્રી સહીતનાં 3 અજાણ્યા શખ્સોએ બાઇકને આંતરી ગૌરવને બાઇક ઉપરથી પછાડી દઇ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હોવાનુ પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી યુનિ. પોલીસે ફરીયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.