દ્વારકામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે યુવક પર પાંચ શખ્સોનો હુમલો

ઇજાગ્રસ્ત શખ્સ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ દેવભુમી દ્વારકામાં સોશિયલ મીડીયા પરની એક પોસ્ટ લોહીયાળ અદાવતમાં પરિણમી છે. દ્વારકાનાં ઇશ્વરભાઇ રઘુભાઇ કરમટા નામના રબારી યુવાન વોટસએપ…

ઇજાગ્રસ્ત શખ્સ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

દેવભુમી દ્વારકામાં સોશિયલ મીડીયા પરની એક પોસ્ટ લોહીયાળ અદાવતમાં પરિણમી છે. દ્વારકાનાં ઇશ્વરભાઇ રઘુભાઇ કરમટા નામના રબારી યુવાન વોટસએપ ગ્રુપમાં પોસ્ટ મુકવા બાબતે મનદુ:ખ રાખીને પાંચ જેટના શખ્સોએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બરડીયા ગામના રવિ ધના નાગેશ, રઘલ નાગેશ, વિક્રમ માલદે નાગેશ, ભાણા વિરમ નાગેશ અને એક અજાણ્યા શખ્સ મળીને કુલ પાંચ શખ્સોએ ફેસબુક લાઇવ બંધ કરવાનું કહી તેમનો મોબાઇલ ઝુટવીને હિચકારો હુમલો કર્યો હતો. ઇશ્વરભાઇને માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દ્વારકાની હોસ્પીટલે રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે 26-3ના ફરીયાદ નોંધી પણ હજુ તપાસ ઠેરની ઠેર હોવાનું ફરીયાદએ આક્ષેપ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *