ઉત્તરથી દક્ષિણ ગુજરાત અનરાધાર 0॥થી 11 ઇંચ સુધી ભારે વરસાદ

નડિયાદ, દસકોઇ 11, મહેમદાવાદ, માતર, મહુધા-9, કઠલાલ, ખેડા, બાવળા 6, આણંદ, પાટણ, ધોળકા 4 ઇંચથી જળબંબાકાર રાજ્યના 198 તાલુકાઓમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ, અનેક જળશયોમાં…

નડિયાદ, દસકોઇ 11, મહેમદાવાદ, માતર, મહુધા-9, કઠલાલ, ખેડા, બાવળા 6, આણંદ, પાટણ, ધોળકા 4 ઇંચથી જળબંબાકાર

રાજ્યના 198 તાલુકાઓમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ, અનેક જળશયોમાં નવા નીરની આવક

રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તરથી દક્ષિણ ગુજરાતનાં 198 તાલુકાઓમાં ગઇકાલે 0॥ થી 11 ઇંચ સુધી ભારે વરસાદ વરસી જતા જન જીવન અસ્ત વ્યસ્થ થઇ ગયું હતું અનેક ગ્રામ્ય વિસ્તારો તથા રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતા વાહન વ્યહારને ભારે અસર પડી હતી. સર્વત્ર વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતા જળાશ્યોમાં નોંધપાત્ર પાણીની આવક થઇ છે. ગઇકાલે નડિયાદ અને દસકોઇ તાલુકામાં 11 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. અમદાવાદ, ખેડા, આણંદ, ડાંગ, અરવ્વલી, બનાસકાંઠા, પંચહાલ અને વડોદરા જિલ્લામાં 0॥થી લઇને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસીયાના અહેવાલ પ્રાપ્ત થાય છે.

રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડમાં મેઘ રાજાએ ખેડા અને અમદાવાદ જિલ્લાને તરબતોળ કરી દીધા હતા. ખેડાના નડિયાદમાં અને અમદવાદાના દસકોઇ તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચ થી વધુ પાણી વરસી ગયું હતુ જયારે મહેમદાવાદ, માતર 9 ઇંચ, પઠલાલ, ખેડા, બાવળા 6 ઇંચ, આણંદ પાટણ, ધોળકા 4 ઇંચ, તેમજ સુબીર, બોરસદ, ભિલોડા, ભામભર, થાસરા, કપડવંજ, ડાંગ આહવા અને ગોધરા પંથકમાં 0॥ ઇંચ પાણી વરસી ગયુ હતુ. તેવી જ રીતે નર્મદા, મહેસાણા, છોટા ઉદેપુર, નવસારી, સુરેન્દ્રનગર, વિરમનગર, મહીસાગર, તાપી, સુરત અને અરવ્વલી જિલ્લામાં 1 ઇંચ થી વધુ પાણી વરસી ગયું હતું.

રાજ્યના હવામાન વિભાગ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ગઇકાલથી સમગ્ર રાજ્યમાં સર્વત્રીક મેઘમહેર જોવા મળી રહી છે.

એ અંતર્ગત 24 કાલકમાં અમદાવાદના દસકોઇ અને ખેડાના નડિયાદ તથા મહેમદાવાદ પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અનેક ડેમોના વધુ માત્રમાં પાણીની આવક થતા હેઠવાસના ગામોને એલર્ટ કરી નદીકાંઠા તેમજ નિચાણવાળા વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા હજૂ પણ ત્રણ દિવસ વરસાદી માહોલ સાથે અનેક વિસ્તારોમાં મધ્યમ તથા ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હોય તેમજ આજ સવારથી સમગ્ર ગુજરાત ઉપર વાદળોના ગંજ ખડકાયેલા જોવા મળેલ છે. જેના લીધે ભારે વારસદ પડવાની સંભાવના જોવાઇ રહી છે.

આજથી ત્રણ દિવસ 26 જિલ્લામાં રેડ એલર્ટ
આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. અમદાવાદ સહિત રાજ્યના 26 જેટલા જિલ્લાઓમાં સોમવારના રોજ ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં અત્યંત ભારે વરસાદ પડવાના સંકેત આપ્યા છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, સોમવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. એ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *