ગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા

દારૂની હેરાફેરી પર થર્ટી ફર્સ્ટે રોક લગાવવા પોલીસની આકરી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો…

દારૂની હેરાફેરી પર થર્ટી ફર્સ્ટે રોક લગાવવા પોલીસની આકરી કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ઉના તાલુકાના સનખડા ગામના રહેવાસી જયેશ ઉર્ફે નાગણી લખમણભાઈ વાઘેલા, જયદીપભાઈ જીતુભાઈ ગોહિલ, હરદીપભાઈ ઉર્ફે ચેતનભાઈ જીતુભાઈ ગોહિલ,નીરવસિંહ વિશાભાઈ ગોહિલ, ભગુભાઈ જોધુભાઈ ગોહિલ નામના ઈશામો દ્વારા તેઓના સહઆરોપી જશુભાઈ દડુભાઈ ગોહિલ, માનભાઈ ભીખુભાઈ ભાલીયા અને સતુભા કાળુભા ગોહિલ સાથે મળીને ભારતીય બનાવટી દારૂૂ-બિયરનો વિપુલ પ્રમાણમાં કિ.રૂૂ.17,80,800/- પ્રોહીબીશનનો મુદ્દામાલને હેરફેર કરવાની પ્રવૃતિમાં પકડાયેલા.

જે અંગેની ઉના પો. સ્ટે.માં ગુન્હા રજી નં.111860082415 67,તા.14/09/2024 થી એફ.આઇ.આર. પણ નોંધાયેલ હતી. આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તા.19/12/2024ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા તમામ આરોપીને રાજ્યની અલગ અલગ જેલના હવાલે કરવામાં આવેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *