ડિજિટલ એરેસ્ટ અને અધિકારીઓની ઓળખ આપી નાણાં પડાવવાના બનાવો વધ્યા, અમદાવાદના વૃદ્ધે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
દેશમાં ડિજિટલ અરેસ્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના જેવો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં 79 વર્ષીય નિવૃત દિલીપ શુક્લાએ નકલી પોલીસની અધિકારીની ઓળખ આપી લાખોની છેતરપીંડી આચરી આ મામલે વૃદ્ધે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ગઠિયાઓ સૌથી પહેલા નકલી ટેલિકોમ ઓફિસર તરીકે ઓળખ આપીને વૃદ્ધને ફોન કરી તેઓનો નંબર પર ગેરકાયદેસરની પ્રવૃતિ થાય છે એટલે આપનો કોલ દિલ્હી ટ્રાન્સફર કરું છું. પછી ગઠિયાઓએ વૃદ્ધ પાસે અલગ અલગ નંબરથી અધિકારી બનીને વોટસઅપ કોલ કરવા લાગ્યા હતા.
આરોપીઓએ દિલ્હીથી સીબીઆઇ ઓફિસર બનીને વૃદ્ધને તમારા નંબર મારફતે ખોટા ટ્રાન્ઝેક્શન કરી તમે હવાલા કોભાંડ કર્યું છે. તેવું જણાવી સીબીઆઇ અને ઇડીના નામના ખોટા આઈ કાર્ડ અને તમામ દસ્તાવેજ બનાવી મોકલ્યા હતા. ગઠિયાઓએ વૃદ્ધને ધમકી આપી હતી કે તમારા ઉપર સીબીઆઇમાં ફરિયાદ નોંધાઇ છે. આ ગુનામાં 5 વર્ષથી વધારેની સજા થઈ શકે છે અને તમે તમારા કોઈપણ પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી શકશો નહિ. તેમ કહીને ડરાવી ધમકાવી ગઠિયાઓ 79 વર્ષીય નિવૃત દિલીપ શુક્લા પાસેથી 52 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.
આ મામલે વૃદ્ધે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ગઠિયાઓએ વૃદ્ધના અને તેઓની પત્નીના ખાતામાંથી આ રકમ મેળવી લીધી હોય અને જે રકમ પરત આપવાનું કહીને બાદમાં પરત કરી ન હતી. વૃદ્ધની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ એ ગુનો દાખલ કરી અજાણ્યા વ્યક્તિઓ સામે તપાસ શરૂૂ કરી છે.
