રાજકોટ શહેરમાં મોરબી રોડ પર જકાતનાકા નજીક ડેલામાં દારૂૂની મહેફિલ ચાલતી હોવાથી બાતમી મળતા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દરોડા વાડી પાંચ શખ્સોને ઝડપી લઇ દારૂૂની બોટલ જપ્ત કરી હતી આ દરોડા દરમિયાન પાંચેય પીધેલી હાલતમાં જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ,બી-ડિવીઝન પોલીસના હેડકોન્સ. નરેશભાઈ ચાવડાની ફરિયાદ પરથી દેવચંદ મધુસુદન દાસ, મિલન પાર્વતી મંડલ, પરીમલ બલરામભાઈ ધારા, કમલમુકુલભાઇ ભૌમિક અને તરૂૂણ સુકુમાર બુક્તા (રહે. બધા મોરબી રોડ જકાતનાકા પાસે મહાનગર પાલિકા હોલ પાછળ, દિનેશભાઈ તેજાભાઈ ભાલાળાના ડેલામાં, મુળ વતન મેદનાપુર યુપી, તેમજ હુગલી પશ્ચીમ બંગાળ)વિરૂૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બી-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોરબી રોડ જકાતનાકા પાછળ દિનેશભાઈ ભાલાળાના ડેલામાં કેટલાક શખ્સ દારૂૂની મહેફીલ માણી રહ્યા છે.
તેના આધારે દરોડો પાડતાં પાંચ શખ્સો દારૂૂની મહેફીલ માંડીને બેઠા હોઈ તેને પકડી લઇ 180 એમએલ દારૂૂની એક બોટલ તથા ચાર ખાલી ચપલા કબ્જે કરાયા હતાં.પોલીસના કહેવા મુજબ પકડાયેલા ચારેય સોની કામ, ઇમિટેશન કામની મજૂરી કરે છે. ચારેયને કાલે કારખાનામાં રજા હોઈ ચપલા શોધી લાવી પાર્ટી કરવા બેઠા હતા. પીઆઈ એસ.એસ.રાણની રાહબરીમાં પીઅસેઆઈ જે.આર. સોલંકીના સ્ટાફે કામગીરી કરી હતી.
