રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

બરવાળા પોલીસે મોટરસાઈકલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા 9 મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને કુલ ₹1.70…

બરવાળા પોલીસે મોટરસાઈકલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા 9 મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને કુલ ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બરવાળા પીઆઈએન. વી. વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન, એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને અટકાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી.પૂછપરછ દરમિયાન, બાઈકચાલકની ઓળખ ચોકડી ગામના વિપુલ ચમન ગોરાહવા તરીકે થઈ હતી. પોલીસને શંકા જતાં તેની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. વધુ પૂછપરછમાં આરોપી વિપુલએ વડોદરા, વિરપુર, ગોંડલ, જેતપુર અને અન્ય વિસ્તારોમાંથી કુલ 9 મોટરસાયકલ ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું.પોલીસે આરોપી સાથે રાખીને ચોરી કરાયેલા તમામ 9 મોટરસાયકલ કબજે કર્યા હતા, જેની અંદાજિત કિંમત ₹1.70 લાખ આંકવામાં આવી છે. પોલીસે આરોપીએ અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *