મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે આવેલા સ્વસ્તિક વીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનું કામ કરતા રવિભાઇ રાજુભાઇ ગોરીયા(ઉ.વ.26) ના મિત્ર મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી પાસે રહેતા રાજુ ભીમભાઈ બાંભવા પાંચ દિવસ માટે ગાડી બહારગામ લઇ ગયા બાદ પરત નહીં આપતા તેમની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.
રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારી પાસે રણછોડનગરમાં રહેતા મારા મિત્ર દિપભાઇ જયેશભાઇ ઠકરનાં નામે લીધેલી માલીકીની કાર જેની દશ લાખ ની ગણાય જે કાર છેલ્લા છએક મહીનાથી મારી પાસે છે.ગઇ તા.09/09નાં બપોરના જુના મિત્ર અને અગાઉ રાજકોટ અમદાવાદ પાટે વાહનનો સાથે ધંધો કરતા રાજુભાઈ ભીમભાઇ બાંભવાનો ફોન આવેલ અને મને કહેલ કે,તમારી ગાડી પાંચ દિવસ પુરતી મારે બહાર ફરવા જવું છે તો જોઇતી હતી.જેથી આ રાજુ મારો જુનો મિત્ર હોય મેં તેના ઉપર વિશ્વાસ રાખી ગાડી આપવા હા પાડેલ અને ત્યાર બાદ રાત્રીનાં આઠેક વાગ્યે ફરીવાર તેનો ફોન આવેલ અને મને કહેલ કે મોરબી જકાતનાકાએ હું ઉભો છું ગાડી અહિં આપી જાઓ તેમ કહેતા હું આ મારી કાર જે મારા મિત્ર દિપભાઇના નામે લીધેલ હતી.
તે આ રાજુ બાંભવાને આપેલ હતી જે બાદ પાંચ દિવસ પુરા થતા મેં તેને ફોન કરતા હજી બે દિવસ વાર લાગશે તે મ કહેલ અને ત્યાર બાદ પણ મારી ગાડી મને આપતા ન હોય અને જે બાદ મને જાણવા મળેલ કે આ રાજુ બાંભવાએ મારી ગાડી કોઇ અન્ય વ્યક્તીને વહેંચી આપેલ છે.જેથી તેમની સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી.
