છોકરીઓ ભાગીને લગ્ન કરે છે પણ ગર્ભવતી બન્યા બાદ બાળકો સરકાર પર નિર્ભર રહે છે, હું પ્રેમ લગ્નની વિરોધી નથી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનઉમાં ડો. એ. પી. જે. અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન સમાજ, શિક્ષણ, ટેકનોલોજી અને યુવાનોને લગતા અનેક મહત્તવપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા. સભાને સંબોધતા, તેમણે તાજેતરમાં 13 વર્ષની છોકરી પર થયેલા સામૂહિક બળાત્કારનો ઉલ્લેખ કર્યો અને સમાજમાં સંવેદનશીલતા અને કરુણાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો.
રાજ્યપાલે કહ્યું, “જો આપણામાં કરુણા હોત, તો આવી ઘટનાઓ ક્યારેય ન બનત.” તેમણે સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પણ રજૂ કર્યું હતું.
એક નવજાત છોકરીને તેના માતાપિતા દ્વારા ત્યજી દેવામાં આવી હતી, પરંતુ એક શાકભાજી વેચનાર તેને ઘરે લઈ ગયો અને તેનો ઉછેર કર્યો; આજે, તે જ છોકરી ઈંઅજ અધિકારી બની છે.
તેમણે ટિપ્પણી કરી, “આ બન્ને ઘટનાઓ આપણા સમાજનો અરીસો છે, અને આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂૂર છે.” રાજ્યપાલે નોંધ્યું કે, વડા પ્રધાનની પહેલ હેઠળ, દુર્લભ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન જે જ્ઞાનનો વિશાળ ભંડાર સાચવે છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે.
તેમણે કહ્યું, “ટેકનોલોજી અને જ્ઞાન વચ્ચેનો તાલમેલ ભારતની નવી ઓળખ તરીકે ઉભરી રહ્યો છે.” તેમણે ભાર મૂક્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભાષાના ક્ષેત્રમાં નવી શક્યતાઓ ખોલી રહ્યું છે. જાન્યુઆરી 2026 માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (ખજ્ઞઞ) હેઠળ, ઘણી યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાન અને ટેકનોલોજીના આદાનપ્રદાનને સરળ બનાવવા માટે સહયોગ કરી રહી છે. દિક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા રાજ્યપાલે કહ્યું, “આજકાલ, યુવાનો અને છોકરીઓ ભાગી જાય છે.
ત્યારબાદ, છોકરીઓ ગર્ભવતી થઈ જાય છે, અને બાળકો આખરે સરકાર પર નિર્ભર રહે છે; કોઈ તેમને સ્વીકારતું નથી, અને તેઓ બાળ ગૃહોમાં આવે છે.” તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, “આ તમારી હિંમતનું પ્રદર્શન છે. આવા કૃત્યોમાં જોડાશો નહીં.” પોતાના પરિવારનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું, “મારો દીકરો પણ અભ્યાસ માટે બેન્ગલુરુ ગયો હતો. મેં તેમને કહ્યું હતું કે જો તેમને કોઈ છોકરી ગમતી હોય, તો તેમણે મને જણાવવું જોઈએ, અને હું લગ્ન ગોઠવીશ. જોકે તેમણે એવું ન કર્યું, પણ મારી સલાહ તમને છે: જો તમને કોઈ ગમે છે, તો પહેલા આત્મનિર્ભર બનો, અને પછી લગ્ન કરો.” રાજ્યપાલે સ્પષ્ટતા કરી, “હું પ્રેમ લગ્નનો વિરોધ કરતી નથી, પરંતુ જ્યાં સુધી તમે આત્મનિર્ભર ન થાઓ ત્યાં સુધી લગ્ન ન કરો. કંઈ ખોટું ન કરો.”
