Connect with us

ગુજરાત

અગ્નિકાંડ: જમીન માલિક, આસિ.ફાયર ઓફિસર અને બે ATPનો જેલવાસ લંબાયો

Published

on

ચારેય આરોપીએ જેલ મુકત થવા કરેલી જામીન અરજી અદાલતે ફગાવી

રાજ્ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી ઓપન કોર્ટેમાં નામંજુર થઈ હોવાનું કોર્ટે ઈશારો કરી અરજી ફગાવી દેતો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા ચારેય આરોપીઓએ કરેલી જામીન અરજી આજે કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે ચારેય આરોપીઓના સંબંધીઓ કોર્ટમાં હાજર હતાં તે દરમિયાન ઓપન કોર્ટમાં ચારેય આરોપીઓને જામીન અરજી નામંજુર થયાનો ઈશારો કરી ચારેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.


આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

ટીઆરપીની જગ્યાના માલિક અશોકસિંહનું જુઠાણું પકડાયું
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા જમીન માલિક અશોકસિંહ જાડેજાએ જેલ મુકત થવા જામીન અરજી કરી હતી. જમીન માલિક અશોકસિંહ જાડેજાએ તપાસ દરમિયાન તેઓને છેલ્લા ચાર માસથી 100 ટકા દેખાતું બંધ થઈ ગયું છે તેવું જણાવ્યું હતું. પરંતુ આ પહેલા અશોકસિંહ જાડેજાએ રેસ-વે એન્ટરપ્રાઈઝની ભાગીદારી પેઢી તેમજ ધવલ કોર્પોરેશન સાથે થયેલ ભાગીદારી કરાર વગેરે દસ્તાવેજોમાં પોતે નોટરી રૂબરૂ સહી કરેલ છે. જેથી તે સમયે તેને દેખાતું હોવાનું સ્પષ્ટ થાય છે. જેથી જમીન માલિક અશોકસિંહ જાડેજાનું 100 ટકા દેખાતું નહીં હોવાનું જુઠાણું બહાર આવ્યું છે.

ફાયર વિભાગનાં ઈલેશ ખેરની વરવી ભૂમિકા
અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આસીસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની ફાયરને લગતાં કાયદા, નિયમો, રેગ્યુલેશનમાં જવાબદારી નક્કી કરવામાં આવેલી છે. તેમજ લાયસન્સ શાખા પોલીસ કમિશનરની કચેરી દ્વારા રેસ-વે એન્ટરપ્રાઈઝના બુકીંગ લાયસન્સની નકલ ચીફ ફાયર ઓફિસર તરફ મોકલેલ છે. તેમજ તેઓ દ્વારા આ બુકીંગ લાયસન્સની નકલ પર સહી કરી ડેપ્યુટી ચીફ ફાયર તરફ માર્ક કરેલ છે પરંતુ કોઈ કાર્યવાહી કરવા સુચના આપેલ નથી. જેથી ટીઆરપી ગેમઝોનના લાયસન્સની નકલ પણ તેઓને મળેલ હોવા છતાં તેઓ તરફથી આ ટીઆરપી ગેમઝોનમાં ફાયર સેફટીના પુરતા સાધનો રાખવા માટે કોઈ કાર્યવાહી નહીં કરી ફરજમાં બેદરકારી દાખવી ગુનો કર્યો છે.

ATP રાજેશ મકવાણા ગેમ ઝોન તોડવા જ ન ગયા!
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં હાલ જેલ હવાલે રહેલા આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાએ જેલ મુકત થવા અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાએ ગૌતમ જોશી સાથે મળી કૌભાંડ આચર્યુ હતું અને બાંધકામના ઈમ્પેકટ પ્લાન મંજુર કરવા માટેની અગાઉ આવેલી ફાઈલોમાં છેડછાડ કરી ફાઈલો ઈનવર્ડ કરી હતી અને જુના જાવક રજીસ્ટર સળગાવી નવું જાવક રજીસ્ટર પત્ર બનાવવામાં ગૌતમ જોશીને મદદ કરી હતી અને ગેમઝોન ગેરકાયદેસર ધમધમતું હોવા છતાં તોડવા ન ગયા હોવાથી આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાનો રોલ પણ અગ્નિકાંડમાં મહત્વનો માનવામાં આવે છે.

ટી.પી.વિભાગના ગૌતમ જોષીએ નકલી રજિસ્ટર બનાવ્યું!
અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપી આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશીએ ટીઆરપી ગેમઝોનની જગ્યાના બાંધકામની અશોકસિંહ જાડેજા સહિતનાની ઈમ્પેકટ ફાઈલ મંજુર કરવાની અરજી અગ્નિકાંડની ઘટના સુધી ઈનવર્ડ થઈ ન હતી. જે ટીઆરપી ગેમઝોનના ગેરકાયદેસર બાંધકામના ઈમ્પેકટ પ્લાન મંજુર કરવા માટેની ફાઈલ તા.4-5-2024માં ઈનવર્ડ નંબર 2739 તથા 2740માં ફાલ્ગુની સંજયભાઈ કારીયાની બે ફાઈલોની એન્ટ્રી હોય તેમાં ઈનવર્ડ નંબર 2740માં અવતરણ ચિન્હ હતાં ત્યાં અશોકસિંહ જાડેજાની અરજીની નામ તથા વિગતમાં છુપાઈ જાય તે રીતે રજીસ્ટરમાં ચેડા કરી તે ફાઈલ ઈનવર્ડ કરી તેમજ જાવક રજીસ્ટરમાં જગ્યા ન હોવાથી તે જાવક રજીસ્ટર નવું બનાવી મોટી ભુમિકા ભજવી હતી.

ગુજરાત

દુષ્કર્મ કેસમાં આજીવન સજાનો હુકમ રદ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

Published

on

By

રાજકોટ જિલ્લાના બેડી ગામની સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીઅપરણ કરીને દુષ્કર્મા આચાર્યના ગુનામાં પોક્સો અદાલતે આરોપોને આજીવન કેદની સજાનો હુકમ ફરમાવેલો જે હુકમથી નારાજ થઈ હાઇકોર્ટમાં કરેલી અપીલમાં સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન પર મુકત કરતો હાઇકોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મા આચર્યાની ભોગ બનનારની માતાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ મેહુલ મહેશભાઈ લાઠીયાની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં સગીરાને બેડી માકેટિંગ યાર્ડમાં કામ કરતી હતી ત્યાં સામે મેડીકલમાં નોકરી કરતા મેહુલ મહેશભાઈ લાઠીયા સાથે પ્રેમ સબંધ હોય જેથી આરોપી સગીરાને પોતાની સાથે દ્વારકા, સુરત, જુનાગઢ, બગદાણા મુકામે લઈ ગયેલ હોય ત્યાં ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધ્યાની કબુલાત આપી હતી.

તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવતા જે કેસ ચાલવા ઉપર આવતા પોકસો અદાલતના જજ જે.ડી. સુથારે ફરમાવેલા આજીવન કેદની સજાના હુકમ સામે આરોપી મેહુલ લાઠીયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં ભોગબનનારના જન્મના પ્રમાણપત્ર નીચેની કોર્ટે પુરાવાના મુલ્યાંકન કરવામાં ભુલ કરેલ હોય ફરીયાદપક્ષે ભોગ બનનારના જન્મ અંગેનો કોઈ સચોટ આધાર પુરાવો રજુ કરેલ ન હોય અને માત્ર સ્કૂલના બોનાફાઈડ સર્ટીફીકેટના આધાર પર કેસ ચાલેલ હોય તેમજ ફરીયાદપક્ષે ભોગ બનનારના જન્મનું પ્રમાણપત્ર રજુ કરેલ ન હોય તેને અનુરૂૂપ ભોગબનનારની ઉંમર અંગે કોઈ ઓથોરાઈઝ અધિકારીને તપાસેલા ન હોયતમામ વિગતો એકસરખી પેનથી લખાવામાં આવેલ હોય અને ભોગબનનારનું નામ કેસના નામથી અલગ હોય તેની નીચે કોઈએ અન્ય પેનથી ભોગબનનારનું નામ લખેલાનું જણાય આવતું હોય જે બચાવપક્ષે રજુ કરેલું અને તેને અનુરૂૂપ બેડી ગામ પંચાયતના તલાટીમંત્રીને પોતાના બચાવ માટે તપાસવા અરજી આપેલી જે મંજુર થતા બેડી ગામ પંચાયતના તલાટી મંત્રી સરકારી રેકર્ડ સાથે કોર્ટમાં બચાવપક્ષે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્રનું રેકર્ડ કોર્ટમાં રજુ કરેલું પોકસો કેસમાં જણાવેલ નામથી વિપરીત હોય જે હકીકત રેકર્ડ પર આવતા બચાવ પક્ષે ભોગ બનનારનું બોગસ બોનાફાઈડ સર્ટીફીકેટ રજુ કરેલાનું બચાવ લીધેલ જયારે ભોગબનનારની ઉંમર અંગે કોઈ સચોટ પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય ત્યારે આરોપીને પોકસો અદાલતે જન્મના પ્રમાણપત્રનો પુરાવો રેકર્ડ પર આવેલ ન હોવા છતાં કાયદાની જોગવાઈઓથી વિરૂૂધ્ધ જઈ અને પુરાવાના અવલોકન કરવામાં ગંભીર પ્રકારની ભૂલ કરેલ હોય તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે ડીવીઝન બેન્ચે આરોપી સામે પોકસોના ગુન્હામાં થયેલી આજીવન કેદની સજાનો હુકમ સસ્પેન્ડ કરી તાત્કાલીક અસરથી આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કેસમાં કોર્ટે પોતાના આખરી હુકમમાં બચાવપક્ષ તરફથી રજુ કરવામાં આવેલા જન્મના પ્રમાણપત્રમાં કોઈએ ચેડા કરેલા હોય અને અસલ સરકારી રેકર્ડમાં કોણે ક્યારે અને શા માટે ચેડા કરેલા તે અંગે જીલ્લા અદાલતના રજીસ્ટારને દિવસ-2 માં સંભવીત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરેલો જેના અનુસંધાને ગાંધીગ્રામ-2 (મુનિ.) પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુન્હો નોંધાવામાં આવેલો જેની તપાસ હાલ ચાલુ છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદગારીમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા , હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.

Continue Reading

ગુજરાત

ચારધામ યાત્રાના નામે છેતરપિંડી આચરવાના કેસમાં હરિદ્વારના ટ્રાવેલ એજન્ટના જામીન મંજૂર

Published

on

By


રાજકોટના 24 થી વધુ લોકો સાથે ચારધામ યાત્રાના નામે હરીદ્વારના ટ્રાવેલ એજન્ટ દ્વારા કરવામાં આવેલી છેતરપીંડીના કેસમાં આરોપી એજન્ટને જામીન પર મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.રાજકોટમાં વસવાટ કરતા નિવૃત સરકારી કર્મચારી પ્રદીપભાઈ ઉપેનાભાઈ રાવલે પરીવાર સાથે ચારધામ યાત્રા પર જવા માટે ઓનલાઈન ચારધામ યાત્રા પેકેજ સર્ચ કરતા અતિથિ ટ્રીપ હોલિડેઝ નામની ટુર્સ કંપની જોવા મળેલી અને જેમાં આરોપી પ્રવિણકુમાર સમકુમાર શમીના મોબાઈલ નંબર પર સંપર્ક કરતા કુલ 26 લોકોનું પેકેજ કોસ્ટ રૂૂ.7.80 લાખ જણાવેલ અને ફરીયાદીએ કટકે કટકે અતિથિ ટ્રીપ હોલિડેઝના માલિક પ્રવિણકુમાર શર્માના ખાતામાં ઓનલાઈન રૂૂ.6,66,999 ટ્રાન્સફર કરી આપ્યા હતા.

અને આરોપીએ ફરીયાદીને તા. 21/009/2023 થી તા.10/10/2023 નું પેકેજ આપવાનું જણાવેલ હતું. ફરીયાદી તેમના મિત્રો અને પરીવાર સાથે તા. 21/09/2023 ના રોજ હરીદ્વાર ખાતે પહોંચેલા અને ત્યાં એમની ફરિયાદ મુજબ કોઈ પેકેજ મળેલું નહીં અને આરોપીનો સંપર્ક કરતા આરોપીનો મોબાઈલ બંધ આવેલો જેથી ફરીયાદી કનખલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવવા જતા એમની ફરીયાદ લેવામાં આવેલ નહીં જેથી ફરીયાદીએ રાજકોટ આવી સાયબર ક્રાઈમમાં આરોપી વિરુદ્ધ ઓનલાઈન ખોટી જાહેરાત મૂકીને ચારધામ યાત્રાનું પેકેજ આપવાનું જણાવીને રૂૂ.6,66,999 ઓનલાઈન મેળવી છેતરપિંડી આચર્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હરીદ્વાર ખાતેથી આરોપી પ્રવિણકુમાર સમકુમાર શમીની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુક્ત થવા પોતાના એડવોકેટ મારફતે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપી પ્રવિણકુમાર રામકુમાર શર્માને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપી વતી હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલિયા, રાજકોટના યુવા એડવોકેટ રવિરાજસિંહ વિ. રાહોડ, અશ્વિન ડી. પાડલિયા, ભાર્ગવ ડી. બોડા, આસિસ્ટન્ટ તરીકે યશરાજસિંહ જાડેજા અને યોગેશ જાદવ રોકાયા હતા.

Continue Reading

ગુજરાત

રાજકોટ જિલ્લા દૂધ સંઘનું વાર્ષિક ટર્નઓવર 1103 કરોડ નોંધાયું

Published

on

By

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની 64મી વાર્ષિક સાધારણ સભા તા.29/09/2024નાં રોજ કુમાર છાત્રાલય, જામકંડોરણા મુકામે રાખવામાં આવેલ. આ સમારંભ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકનાં ચેરમેન અને જેતપુર મતવિસ્તારનાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કૃષિ અને પશુપાલન વિભાગનાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા, જળ સંપતિ વિભાગનાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજીક ન્યાય વિભાગનાં મંત્રી ભાનુબેન બાબરીયા, સહકાર વિભાગનાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઈફકો- ન્યુ દિલ્હીનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાફેડ – ન્યુ દિલ્હીનાં ચેરમેન જેઠાભાઈ આહિર, ગુજરાત સ્ટેટ કો.-ઓપ. બેંકનાં ચેરમેન અજયભાઈ પટેલ, નાબાર્ડના સી.ઈ.ઓ. બી.કે.સીઘલ, રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેંકનાં વા.ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ ડેરીનાં પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરિયા તેમજ સંસદસભ્યો, ધારાસભ્યો અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ સંઘની 64મી વાર્ષિક સાધારણ સભા સમક્ષ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવેલ હતુ કે સારા વરસાદ અને પશુઓમાં કુદરતી દૂધ વધવાને કારણે સમગ્ર રાજયમાં દૂધ ઉત્પાદન વધેલ છે. રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સરખામણીએ 6.14% વધેલ છે જેથી સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ 17% વધારો થયેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂૂા.25/- “મિલ્ક ફાઈનલ પ્રાઈઝ” માટે રૂૂા. 21.97 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂૂા.843/ ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂૂા.53/વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂૂા.12.19 કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને 15% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂૂા.4.78 કરોડ ચુકવવામાં આવશે આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂૂા.26.75 કરોડ પરત ચુકવશે.દૂધ સંઘે માર્કેટીંગ વ્યવસ્થા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને દૂધ, દહીં, છાશ,લસ્સી, ઘી, પેંડા અને અન્ય પેદાશોનું વેચાણ વધારવા પ્રયત્નો કરેલ છે. સંઘે ગત વર્ષની સરખામણીએ દૂધનાં વેચાણમાં 4.5 %, દહીંનાં વેચાણમાં 16% નો વધારો થયેલ છે.

Continue Reading
ગુજરાત7 hours ago

દુષ્કર્મ કેસમાં આજીવન સજાનો હુકમ રદ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

ગુજરાત7 hours ago

અગ્નિકાંડ: જમીન માલિક, આસિ.ફાયર ઓફિસર અને બે ATPનો જેલવાસ લંબાયો

રાષ્ટ્રીય7 hours ago

ભાજપ બિન જાટ, કોંગ્રેસ જાટ પર નિર્ભર: દલિતો કિંગ મેકર

રાષ્ટ્રીય7 hours ago

કાનપુરમાં ફરી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પરથી સિલિન્ડર મળ્યું

આંતરરાષ્ટ્રીય7 hours ago

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ

રાષ્ટ્રીય7 hours ago

કરદાતાઓ આનંદો, જૂના જીએસટી લેણા પર વ્યાજ અને દંડ ચૂકવવો નહીં પડે

ગુજરાત7 hours ago

ચારધામ યાત્રાના નામે છેતરપિંડી આચરવાના કેસમાં હરિદ્વારના ટ્રાવેલ એજન્ટના જામીન મંજૂર

ગુજરાત8 hours ago

રાજકોટ જિલ્લા દૂધ સંઘનું વાર્ષિક ટર્નઓવર 1103 કરોડ નોંધાયું

ગુજરાત8 hours ago

ટીપી શાખાએ 2500 ચો.મી. જમીન ખુલ્લી કરાવી

ગુજરાત8 hours ago

દાહોદમાં બાળકીની હત્યાના વિરોધમાં છાત્ર-આપનું પ્રદર્શન

રાષ્ટ્રીય11 hours ago

શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

ક્રાઇમ14 hours ago

હાયરે કળયુગ..!! કપાતર પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ

રાષ્ટ્રીય9 hours ago

શેરબજારમાં ભાદરવે ભૂકંપ: સેન્સેક્સમાં 1308 અને નિફ્ટીમાં 382 પોઈન્ટનું ગાબડું

ક્રાઇમ8 hours ago

સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી ઉપર ખડસલીમાં ખૂની હુમલો

આંતરરાષ્ટ્રીય7 hours ago

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ

ગુજરાત8 hours ago

ગોંડલ ગણેશની જામીન અરજીની સુનાવણીમાં તા.4 ઓકટોબરની મુદત

કચ્છ12 hours ago

રાજકોટ પુત્રીની કિડનીની દવા લેવા આવેલા કચ્છના પરિવારના મકાનમાંથી 4.33 લાખની ચોરી

ગુજરાત8 hours ago

દાહોદમાં બાળકીની હત્યાના વિરોધમાં છાત્ર-આપનું પ્રદર્શન

રાષ્ટ્રીય7 hours ago

કરદાતાઓ આનંદો, જૂના જીએસટી લેણા પર વ્યાજ અને દંડ ચૂકવવો નહીં પડે

ધાર્મિક8 hours ago

બુધવારે અમાસના દિવસે પિતૃઓને મોક્ષ ગતિ આપતો ગજછાયા યોગ

Trending