સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ

સાવરકુંડલાના સેંજળ વિસ્તારમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ છે. વન વિભાગ, અમરેલી જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવે છે કે, સાવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં…

સાવરકુંડલાના સેંજળ વિસ્તારમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ છે. વન વિભાગ, અમરેલી જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવે છે કે, સાવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં જંગલ વિસ્તારની બોર્ડર નજીક આગની ઘટના બની છે. ઉનાળાની શરૂૂઆત સાથે જ આ પ્રકારની આગની ઘટનાઓમાં વધારો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તારમાં આગ ફેલાઈ હતી.

આ ઘટના દરમિયાન સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં દોડધામ મચી હતી, પરંતુ વન વિભાગ તરફથી સ્પષ્ટ કરવામાં આવે છે કે તમામ વન્યપ્રાણીઓ સુરક્ષિત છે અને તેમને કોઈ નુકસાન પહોંચ્યું નથી. વિભાગની ટીમો દ્વારા વન્યપ્રાણીઓની સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આગની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂૂ કર્યા. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી મોટા ભાગની આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂૂરી પગલાં લેવામાં આવશે.

વન વિભાગ નાગરિકોને અપીલ કરે છે કે, ઉનાળાના મોસમમાં જંગલ વિસ્તારમાં આગ લગાડવાની પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને કોઈપણ આગની ઘટનાની તાત્કાલિક જાણ વિભાગને કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *