સાવરકુંડલામાં પરચુરણની ભારે અછતથી વેપારીઓ પરેશાન

સાવરકુંડલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં કરન્સી સુવિધા બંધ થયા બાદ શહેરમાં છૂટ્ટા નાણાંની સમસ્યા વધુ વકરી રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા10…

સાવરકુંડલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં કરન્સી સુવિધા બંધ થયા બાદ શહેરમાં છૂટ્ટા નાણાંની સમસ્યા વધુ વકરી રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા10 અને 20ની નોટો તેમજ પરચુરણની અછત હોવાથી નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

નાના વેપારીઓ પહેલેથી જ મંદીની અસર અનુભવી રહ્યા છે. આવા સમયમાં છૂટ્ટા નાણાંની અછત તેમને વધુ કફોડી સ્થિતિમાં છે. વેપારીઓએ જણાવ્યું હતું કે રૂૂપિયા 10 અને 20ની નોટો ફાટેલી હાલતમાં આવતી હોવાથી ગ્રાહકો સ્વીકારતા નથી. સાથે જ રૂૂપિયા 2, 5 અને 10ના સિક્કા અને પરચુરણ પૂરતું ઉપલબ્ધ ન હોવાને કારણે રિટેલ વેપાર પર સીધી અસર પડી રહી છે.

અન્ય વેપારીએ જણાવ્યું કે બજારમાં પરચુરણ મળે છે. પરંતુ તેમાં કમિશન આપવું પડે છે. રૂૂપિયા 1000ના પરચુરણ માટે રૂૂપિયા 100 થી 150 સુધી વધારાનું કમિશન ચૂકવવું પડે છે. ઉપરાંત નવી રૂૂપિયા 10 અને 20ની નોટોના બંડલ બજારમાં લેવા માટે રૂૂપિયા 50થી 100 વધારાની રકમ આપવી પડતી હોવાના પણ વેપારીઓએ આક્ષેપ કર્યા હતા.

આ નોટો ક્યાંથી અને કેવી રીતે આવી રહી છે તેવા પ્રશ્નો વેપારીઓમાં ઊભા થઈ રહ્યા છે. સાવરકુંડલામાં પરચૂરણની સમસ્યાનો ઉકેલ આવે તેવી વેપારીઓમાં માંગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *