ટંકારામાં રમત-રમતમાં 12 વર્ષના તરૂણને પિતરાઈ ભાઈએ ગુદામાર્ગ મારફત કમ્પ્રેશરથી હવા ભરી દેતા તબિયત લથડી
વાંકાનેરમાં વાડીમાં બકરા ઘુસી જવા મુદ્દે બકરા માલીક અને વાડી માલીક વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.વાંકાનેરમાં રહેતાં ગોવિંદ ધનજી વાજેલીયા (ઉ.21) ના બકરા અમરા ટીડા સરૈયાની વાડીમાં ઘુસી જતાં બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. જે મારામારીમાં ગોવિંદ વાજેલીયા અને અમરા સરૈયાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારામાં કારખાનામાં કામ કરતાં પરિવારના 12 વર્ષના તરૂણને રમત રમતમાં મામાના દીકરાએ ગુદામાર્ગે કપ્રેશરથી હવા ભરી દીધી હતી. બાળકની તબિયત લથડતાં સારવાર માટે ટંકારા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
