સલાયાના વહાણમાં બોસાસો બંદરે લાગેલી વિકરાળ આગ

11 ખલાસીઓનો બચાવ સલાયાના અગ્રણી વહાણવટી સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું વહાણ ફૈઝે મહેબૂબ મોહ્યુદિન BDI – 1421 વહાણ તારીખ 23.2.26 ના જનરલ કાર્ગો ભરી અને…

11 ખલાસીઓનો બચાવ

સલાયાના અગ્રણી વહાણવટી સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું વહાણ ફૈઝે મહેબૂબ મોહ્યુદિન BDI – 1421 વહાણ તારીખ 23.2.26 ના જનરલ કાર્ગો ભરી અને દુબઇથી બોસાસો જવા નીકળ્યું હતું.આ વહાણમાં 11 ખલાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ વહાણમાં બોસાસો બંદરે ગઇકાલે સવારે 11 વાગ્યા આસપાસ અચાનક આકસ્મિક આગ લાગી હતી. જે થોડી વારમાં ભયંકર થઈ ગઈ હતી.આ વહાણને બચાવવા ઘણા પ્રયત્નો થયા હતા છતાં આગ બહુ ભયંકર હોઈ કોઈ બચાવી શકાય એવા ચાન્સ નહોતા. આ વહાણમાં સવાર તમામ 11 ક્રુમેમ્બર સલામત હોવાનું જાણવા મળેલ છે. આ 1200 ટનની કેપેસિટી ધરાવતા મોટા વહાણમાં આગના બનાવના સમાચાર સલાયામાં મળતા વહાણવટી આલમમાં દુ:ખની લાગણી પ્રસરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *