લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયો

ગઇકાલે લગ્નમાંથી પરત ફરતા તેમના કૌટુંબિક ભાઇનું મોત નીપજયું હતું લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત…

ગઇકાલે લગ્નમાંથી પરત ફરતા તેમના કૌટુંબિક ભાઇનું મોત નીપજયું હતું

લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત થયું છે.જ્યારે તેમના કુટુંબી ભાઇનો ગંભીર ઇજા થઈ હતી તેમણે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.

વધુ વિગતો મુજબ,મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઈ વાઘજીભાઈ પાંભર (ઉ.વ.6પ) અને તેના કુટુંબી ભાઈ શિવાભાઈ નરસીભાઈ પાંભર (ઉ.વ.75) બંને હોન્ડા પર બેસી ખીરસરા નજીકના સાત હનુમાન મંદિર પાસે સગાનો લગ્નપ્રસંગ હોઇ તેમાં જમણવારમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાંથી પરત કરતી વખતે સાંજે સાડા આઠેક વાગ્યે ખીરસરા-મોટાવડા વચ્ચેના રસ્તા પર હતાં ત્યારે એક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને ભાઇઓ ફંગોળાઇ ગયા હતો. કારમાં પણ ભારે નુકસાની થઈ હતી.

અકસ્માતમાં શિવાભાઇ પાંભરને ગંભીર ઇજા થઈ હતી.જ્યારે અરવિંદભાઇ પાભરને ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.પરંતુ અહિ તેમનું મોત નીપજ્યું હતું.તેમજ રાત્રે શિવાભાઈએ પણ સારવારમાં દમ તોડી દીધો હતો.શિવાભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે.તેઓ ત્રણ ભાઈ ચાર બહેનમાં મોટા હતા તેમજ તેઓ ખેતી કામ કરતા હતા.બંને કૌટુંબિક ભાઈના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *